Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ઇરાન સમર્થીત લડાકૂ જૂથો ઉપર અમેરિકાનો હવાઇ હુમલો

ઇરાક-સીરીયા સરહદી વિસ્તારોમાં ઇરાન સમર્થિત મીલીશીયા ગ્રૃપના સ્થાનો પર અમેરિકી દળોએ ડીફેન્સીવ પ્રીસીઝન એર સ્ટ્રાઇકસ કરી છે.  ઇરાન સમર્થિત મીલીટીઆ ગ્રૃપ ઇરાકમાં અમેરિકન કર્મચારીઓ અને સ્થાનો પર થયેલા યુએવી હુમલાઓમાં સંડોવાયેલું હતું એટલે ફકત તેમના સ્થાનોને નિશાન બનાવીને આ એરસ્ટ્રાઇક કરાઇ છે. પેન્ટાગોને જણાવ્યા અનુસાર એરસ્ટ્રાઇકમાં સીરીયા ખાતેના બે સ્થળો અને ઇરાકમાં ૧ સ્થળે જયાં આ લોકોની ઓપરેશનલ અને શસ્ત્ર સંગ્રહની સવલત હતી તેમને નિશાન બનાવામાં છે.

(12:58 pm IST)