Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

હરિયાણાના મેવાત ડિસ્ટ્રિક્ટમાં હિન્દુઓની વસતિ 20 ટકામાંથી ઘટીને 10 ટકા થઇ ગઈ : મુસ્લિમ સંગઠન દ્વારા ફરજીયાત ધર્માન્તર ,મહિલાઓ ઉપર બળાત્કાર , હિન્દુઓની પ્રોપર્ટી દબાણપૂર્વક પડાવી લેવી સહિતના કારણો : સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશન નામદાર કોર્ટે ફગાવી

ન્યુદિલ્હી : સુપ્રીમ  કોર્ટમાં એડવોકેટ તથા સોશિઅલ એક્ટિવિસ્ટ્સના ગ્રુપ દ્વારા એડવોકેટ વિષ્ણુ શંકર મારફત પિટિશન દાખલ કરાઈ હતી.

જેમાં કરાયેલી રજુઆત મુજબ હરિયાણાના મેવાત ડિસ્ટ્રિક્ટમાં હિન્દુઓની વસતિ 20 ટકામાંથી ઘટીને 10 ટકા થઇ ગઈ છે. જેનું કારણ એ છે કે આ ડિસ્ટ્રિક્ટમાં મુસ્લિમ સંગઠન દ્વારા હિન્દુઓનું ફરજીયાત ધર્માન્તર કરાવાઈ રહ્યું છે. હિન્દૂ મહિલાઓ તથા સગીર યુવતીઓ ઉપર બળાત્કાર કરવામાં આવી રહ્યાં છે. હિંદુઓ ઉપર એસ્ટ્રોસિટી કેસ કરવામાં આવી રહ્યા છે.તેમની પ્રોપર્ટી  દબાણપૂર્વક તથા ધાકધમકી આપી પડાવી લેવાય  છે.

 પિટિશનમાં રજુઆત કરવામાં આવી હતી કે છેલ્લા દસકા દરમિયાન થયેલા દસ્તાવેજો રદબાતલ કરવા તથા ઉપરોક્ત તમામ બાબતોની CBI તથા NIA દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત જજની અધ્યક્ષતા હેઠળ તપાસ કરાવવી .

સુપ્રીમ કોર્ટના ચીફ  જસ્ટિસ એન.વી.રમણ , એ.એસ.બોપન્ના ,તથા હ્રષીકેશ રોયની બેન્ચે ઉપરોક્ત પિટિશન નામંજૂર કરી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:19 pm IST)