Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

2024મા ભાજપનો ચહેરો કોણ હશે ?: 75 વર્ષનો હવાલો આપીને ભાજપના સાંસદે પૂછ્યો સવાલ

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું --આજે દેશમાં ઇમરજન્સી તો નથી, પર પરિસ્થિતિ ચોકકસ એ દિશામાં જઇ રહી છે

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું હતું. સ્વામીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પોતે જ કહેતા રહેતા હોય છે કે જે કોઇની પણ ઉંમર 75 વર્ષથી વધારે હોય તેમણે કોઇ પણ પદ પર રહેવું ન જોઇએ. 75 વર્ષનો હવાલો આપીને લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને શાંતાકુમારને હાંસિયામાં ધકેલી દીધા હતા. હવે તેમણે જાહેર કરવું જોઇએ કે 2024નો ભાજપનો ચહેરો કોણ હશે.

ભાજપના સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ઇમરજન્સીએ દેશનો કાળો અધ્યાય હતો. તે વખતે સવા લાખ લોકોને જેલમાં વગર કારણે ધકેલી દેવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મારે પોતાએ વેશ બદલીને મુંબઇના રસ્તેથી દેશની બહાર ભાગી જવું પડયું હતું.

એક સવાલના જવાબમાં સ્વામીએ કહ્યુ હતું કે આજે દેશમાં ઇમરજન્સી તો નથી, પર પરિસ્થિતિ ચોકકસ એ દિશામાં જઇ રહી છે. લોકો સાવચેત નહીં રહે તો સ્થિતિ પહેલા જેવી થઇ શકે છે.

ચીનના એક સવાલ પર સ્વામીએ કહ્યું હતું કે મને એ વાતની સમજ નથી પડતી કે સરકાર ચીન સાથે વાત જ શું કામ કરે છે. એ લોકો આપણી જમીન પર બેઠા છે અને આપણે તેમની સાથે વાત કરીએ છીએ.સ્વામીએ કહ્યું કે ચીન સાથે વાત નહીં યુધ્ધ કરવું જોઇએ. દુનિયાને બતાવી દેવું જોઇએ કે આ 1962નો જમાનો નથી. ચીન આપણને નીચું દેખાડવામાં સફળ રહ્યું છે

સ્વામીએ પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું હતું કે કે ચીન ભારતની સીમામાં નથી ઘુસ્યું એવું પીએમ મોદી જુઠ્ઠું બોલ્યા હતા. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતું કે કોરોનાની પહેલી લહેર પછી આપણે છાતી ઠોકીને કહ્યું હતું કે આપણે કોરોનાને અંકુશમાં લેવાનું કામ કરી બતાવ્યું છે અને અમે દુનિયાના બીજા દેશો માટે પણ કરીશું. આ અહંકારને કારણે આપણને નુકશાન થયું. કોરોનાનો માર દરેક વર્ગને પડયો છે. સૌથી વધારે ગરીબોને માર પડયો છે. પહેલી લહેરની સફળતાના ઢોલ વગાડવામાં એ ભૂલી ગયા કે બીજી લહેર પણ આવશે, હવે આપણે ડરી રહ્યા છે કે ત્રીજી લહેર પણ આવી શકે છે.

સુબ્રમ્ણ્યમ સ્વામીએ રામમંદિર મુદ્દે કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિરનો કેસ મેં જીતાડયો હતો. પરંતું શિલાયન્સ કરવામાં આવ્યું ત્યારે મને બોલાવવામાં પણ ન આવ્યો. જો કે મંદિર બની જશે ત્યારે રામલ્લાના દર્શન કરવા જઇશ.

(11:08 am IST)