Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

IRCTC થકી બુકિંગ

આધાર - પાન વગર રેલવે ટિકિટ બુક કરી નહિ શકાય : છેતરપીંડી રોકવા લેવાશે આ નિર્ણય

નવી દિલ્હી તા. ૨૮ : ઓનલાઇન ટ્રેન ટીકીટ બુક કરાવવા માટે હવે આધાર અને પાસપોર્ટ જેવા આઇડી લીંક કરાવવા પડશે. રેલવે ટ્રેન ટીકીટના નામે છેતરપિંડી કરનારાઓ પર લગામ કસવા માટે આ પગલું લઇ શકે છે. રેલવેની આ યોજના લાગુ થઇ જશે તો પેસેન્જરોએ આઇઆરસીટીસીની વેબસાઇટ અથવા એપ દ્વારા ટીકીટ બુક કરાવવા માટે લોગ ઇન કરતી વખતે આધાર, પાન અથવા પાસપોર્ટ નંબર આપવો પડશે.

આરપીએફના ડાયરેકટર જનરલ અરૂણકુમારે શુક્રવારે કહ્યું કે, રેલવે આઇઆરસીટીસીની સાથે આઇડેન્ટીટી ડોકયુમેન્ટ્સ લીંક કરવાની એક યોજના પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પહેલા છેતરપિંડી સામે જે કાર્યવાહી થતી હતી તે હ્યુમન ઇન્ટેલીજન્સ પર આધારિત હતી. પણ તેની અસર બહુ ઓછી હતી. અમે છેતરપિંડી વિરૂધ્ધ કામગીરી કરી રહ્યા છીએ. અમને લાગે છે કે ટીકીટ માટે લોગ ઇન કરતી વખતે તેને પાન, આધાર અથવા ઓળખના અન્ય દસ્તાવેજો સાથે લીંક કરાવવા પડશે. તેનાથી અમે પેસેન્જરો સાથે થતી છેતરપીંડી રોકી શકીએ.

તેમણે કહ્યું કે, પહેલા આપણે એક નેટવર્ક તૈયાર કરવું પડશે. અમે આધાર ઓથોરીટીઝ સાથેનું અમારૂ કામ પુરૃં કરી લીધું છે. ટુંક સમયમાં અમે અન્ય આઇ કાર્ડ સાથે પણ આ કામ પુરૃં કરી લેશું. આ કામ પુરૃં થતાં જ અમે તેનો ઉપયોગ શરૂ કરીશું. ઓકટોબર - નવેમ્બર ૨૦૧૯થી ચાલી રહેલા અભિયાન પછી ૧૪,૨૫૭ દલાલોની ધરપકડ કરાઇ છે. અત્યાર સુધીમાં ૨૮.૩૪ કરોડ બોગસ ટીકીટો પકડાઇ છે.

(11:02 am IST)