Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

બન્નેમાંથી પોતાનો હિસ્સો વેચશે સરકાર

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાનગીકરણનો માર્ગ મોકળો

નવી દિલ્હી, તા.૨૮: સરકારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાનગીકરણનો માર્ગ મોકળો કરી નાખ્યો છે. કેબીનેટ સચિવની આગેવાનીમાં હાલમાં થયેલ મીટીંગમાં આની સાથે સંકળાયેલ તમામ પાસાઓની ચર્ચા થઇ હતી. હવે તેની મંજૂરી માટે મંત્રી સમૂહ અથવા વૈકલ્પિક મેકેનીઝમ સમક્ષ રજૂ કરાશે.

નાણાંપ્રધાન સીતારમણે ૨૦૨૧ બજેટ ભાષણમાં સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. ત્યાર પછી નીતિ આયોગે એપ્રિલમાં કેબિનેટ સચિવની આગેવાની બનેલ સચિવોના કોર  ગ્રુપને ખાનગીકરણ માટે કેટલીક બેંકોના નામ સૂચવ્યા હતા. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ખાનગીકરણ દ્વારા ૧.૭૫ લાખ કરોડ ભેગા કરવાનુ લક્ષ્ય રાખ્યુ હતુ. આ વર્ષે ફેબ્રુઆરીમા રીપોર્ટ આવ્યા હતા કે સરકારે ૪ મીડીયમ સાઇઝ બેંકોને ખાનગીકરણ માટે શોર્ટ લીસ્ટ કરી છે. તેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના નામ સામેલ છે આ ચાર બેંકોમાંથી બેનું ખાનગીકરણ ૨૦૨૧-૨૨માં કરાશે.

કમિટીએ ખાનગીકરણની શકયતાવાળી બેંકોના કર્મચારીઓના હિતોના રક્ષણ સાથે

સંકળાયેલા મુદાઓ પર પણ વિચારણા કરી હતી એ એમની મંજૂરી પછી આ મામલો વડાપ્રધાનની આગેવાનીવાળા કેન્દ્રિય પ્રધાન મંડળને અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. કેબિનેટની મંજૂરી પછી ખાનગીકરણ માટે જરૂરી ફેરફારો કરવામાં આવશે. બેંક યુનિયનો આ બંને બેંકોનો ખાનગીકરણનો વિરોધ કરી રહયા છે. નવ બેંક યુનિયનોનું ગ્રુપ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને સરકારી બેંકોના ખાનગીકરણ વિરૂધ્ધ ૧૫ અને ૧૬ માર્ચે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલની જાહેરાત કરી હતી.

(11:01 am IST)