Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

જમ્મુ અને કાશ્મીરમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર ફયાઝ અહેમદ, તેમની પત્ની અને પુત્રીની આતંકીઓએ હત્યા કરી: શહીદોને અંતિમ વિદાય આપવા તેમના જનાજામાં લોકોની મોટી ભીડ: ભારે રોષ

કાયરો જેવા આતંકી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર ફયાઝ અહેમદ, તેમની પત્ની અને પુત્રીને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેમના જનાજામાં લોકોની મોટી ભીડ ઉમટી પડી છે. ગઈકાલે આતંકવાદીઓએ તેમના ઘરમાં ઘૂસીને બેફામ ગોળીબાર કરી ફયાઝ અહેમદ, તેમની પત્ની અને પુત્રીની હત્યા કરી નાખી હતી. સુરક્ષાના કારણોને લીધે એસપીઓ ફયાઝ અહેમદ, તેમની પત્ની અને પુત્રીના અંતિમ સંસ્કાર અલગ અલગ કરવામાં આવશે  આતંકવાદીઓએ પોલીસ ઓફિસરના પરિવારને ખતમ કરી નાખતા પ્રચંડ રોષ ફેલાયેલો છે. શહીદ ફયાઝ અહેમદના ઘરમાં અત્યારે માતમનો માહોલ છે. આતંકવાદીઓની કાયરો જેવી હરકતથી લોકો ખૂબ જ ગુસ્સામાં છે. કાશ્મીરના પુલવામા જિલ્લાના હરિપરીગામમાં આ બનાવ બન્યો હતો.

(10:21 am IST)