Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કિમ જોંગ ઉનનું વજન ઘટયું તો પ્રજા થઇ દુઃખી : તેમને જોઇને રડી રહ્યા છે લોકો

પ્યોંગયાંગ તા. ૨૮ : ઉત્તર કોરિયાના નાગરિકો તેમના નેતા કિમ જોંગ ઉનનાં અચાનક જ વજન ઘટાડાથી બહું દુૅંખી છે. લોકોની આ પ્રતિક્રિયાઓ ત્યારે આવી રહી છે, જયારે તેઓ ઘણા મહિનાઓથી દેશના ટેલિવિઝન અને લોકોની નજરથી દૂર રહ્યા પછી તાજેતરમાં જોવા મળ્યા. રિપોર્ટમાં જણાવાયું છે કે ઉત્ત્।ર કોરિયાના એક નાગરિકે સ્ટેટ બ્રોડકાસ્ટર્સને કહ્યું, 'આદરણીય જનરલ સેક્રેટરી (કિમ જોંગ ઉન) ને દુબળા જોઇને અમારૂ દિલ તૂટી જાય છે.'

નાગરિકે કહ્યું, 'તેમને જોઈને દરેકના આંસુ છલકાઈ ગયા.' ઉત્તર કોરિયાના નાગરિકોના નિવેદનો એવા સમયે આવી રહ્યા છે જયારે જૂનના પ્રારંભમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે ૩૭ વર્ષનાં કિમનું વજન ઘણું ઘટી ગયું છે. દેશના સરકારી મીડિયાએ પ્યોંગયાંગના નાગરિકનું નિવેદન પ્રસારિત કર્યું છે, જેમાં આ માહિતી સામે આવી છે.

આ કિલપમાં ઉત્તર કોરિયાનાં નાગરિકો એક મોટા સ્કિન પર એક કાર્યક્રમનો વિડિયો જોઇ રહ્યા છે, જેમાં કિમ જોંગ ઉન અને તેમની પાર્ટીનાં અન્ય સભ્યો જોવા મળી રહ્યા છે, વર્કર્સ પાર્ટીની બેઠક બાદ એક કાર્યક્રમનું આયોજીત કરવામાં આવ્યું હતું, જેમાં કિમ સહિત અન્ય પાર્ટી સભ્યોએ ભાગ લીધો હતો.

ઉત્તર કોરિયાનાં કડક  કાયદા અને મિડિયા પર  પ્રતિબંધોનાં પગલે ત્યાની ચોક્કસ માહિતી બહાર આવવી મુશ્કેલ હોય છે, સરકારી મિડિયાએ તેનો ખુલાસો કર્યો નથી, કે કિમનું વજન કઇ રીતે ઘટ્યું, ઉત્તર કોરિયા લાંબા સમય સુધી જાહેર મંચથી દુર હતાં, જુનમાં તે લાંબા સમય બાદ પહેલીવાર જોવા મળ્યા, ત્યાર બાદ એક વેબસાઇટે ખુલાસો કર્યો કે તેમનું વજન ઘટ્યું છે.

(10:16 am IST)