Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

SBI ૧ જુલાઈથી કરી રહી છે ચાર્જીસમાં વધારો

સૌથી મોટી બેન્ક ચાર્જીસમાં કરી રહી છે ફેરફારઃ કઈ સેવાના કેટલો ચાર્જ ચૂકવવો પડશે ?

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ કહ્યું કે ૧ જુલાઇથી તે બેઝિક સેવિંગ એકાઉન્ટ માટેના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. ATM withdrawals ઉપરાંત ચેક બુક અને નોન ફાયનાન્શીયલ કામ પણ શામેલ છે. બેઝિક બચત ખાતા માટે હવે ફ્રી કેશ ટ્રાન્ઝેકશન માટેની મર્યાદા વધારીને ૪ વખત કરવામાં આવી છે. આમાં બેંક ઉપાડ અને એટીએમ ઉપાડ બંને શામેલ છે. આ પછી દરેક ઉપાડ પર ૧૫ રૂપિયા લેવામાં આવશે. આ ચાર્જ એટીએમ અને બ્રાન્ચ ઉપાડ બંને પર લાગુ થશે. BSBD ખાતું ખોલતાં ૧૦ ચેકબુક પેજ નિઃશુલ્ક આપવામાં આવશે. આ એક નાણાકીય વર્ષની મર્યાદા છે ત્યારબાદ ચેકબુક માટે અલગ ફી જમા કરવાની રહેશે. જોકે NEFT, IMPS અને RTGS ટ્રાન્ઝેકશન સંપૂર્ણ ફ્રી છે.

કયાં પ્રકારનો ચાર્જ લેવાશે

આ ખાતું BSBD – Basic Savings Bank Deposit તરીકે ઓળખાય છે. જો કોઈ ગ્રાહક નાણાકીય વર્ષમાં ૧૦ નિઃશુલ્ક ચેક બુક ઉપરાંત ૧૦ પાનાની ચેક બુક લે છે તો ૪૦ રૂપિયા લેવામાં આવશે. ૨૫ પૃષ્ઠ માટે ૭૫ ચાર્જ લેવામાં આવશે. ઇમરજન્સી સેવા હેઠળ ૧૦ પાના માટે ૫૦ રૂપિયા લેવામાં આવશે. જીએસટીનો અલગથી સમાવેશ કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કોઈ શુલ્ક નથી. બેન્કે બીએસબીડી ખાતા સાથે RuPay કાર્ડ ઇસ્યુ કર્યું છે. આ કાર્ડ વિના મૂલ્યે આપશે.

બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ શું છે?

આ ખાતા KYC દ્વારા ખોલી શકાશે. આ RUPAY એટીએમ ડેબિટ કાર્ડ પણ મળશે, જેથી તમે કોઈપણ બેંકના એટીએમમાંથી નિૅં શુલ્ક ૪ રોકડ ઉપાડ કરી શકશો. આ બચત ખાતામાં વાર્ષિક ૨.૭૦ ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

(10:09 am IST)