Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કાશ્મીરમાં એસપીઓ ફયાઝ અહેમદના પરિવાર ઉપર આતંકીઓએ હુમલો કરતા ફયાઝ અહેમદ અને પત્ની શહીદ થયા: પુત્રીની સ્થિતિ ગંભીર

પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓએ વધુ એક નિર્દોષ કાશ્મીરીની હત્યા કરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એસપીઓ ફયાઝ અહેમદની પુલવામાં જિલ્લાના ત્રાલ ખાતેના હરિપરીગામમાં તેમના નિવાસસ્થાન બહાર આતંકીઓ દ્વારા  હત્યા કરવામાં આવી છે હોવાનું કાશ્મીરના  આઈજીપી વિજય કુમારે કહ્યું છે. એસપીઓ ફયાઝ અહેમદના પત્નીની પણ ત્રાસવાદીઓએ હત્યા કરી છે, તેઓ ગંભીર ઘવાયા હતા. તેમની પુત્રી પણ ગંભીર  છે અને મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે. ત્રાસવાદીઓએ કાશ્મીરમાં ફરી નિર્દોષ પરિવારના લોહી રેડ્યું છે. આવા નિર્દોષ લોકોની હત્યા પરત્વે પાકિસ્તાનનું મૌન તેમની કાયરતા પ્રદર્શિત કરે છે તેમ જાણીતા પત્રકાર આદિત્યરાજ કૌલે  ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું છે.

(12:00 am IST)