Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

દક્ષિણ મુંબઈમાં પાંચ માળની બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશયી : 5 લોકો દટાયાની આશંકા, 40ને બચાવાયા

સુરક્ષાબળના જવાનો દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરુ

મુંબઈમાં પાંચ માળની બિલ્ડીંગનો એક ભાગ એકદમથી ધરાશાયી થઈ ગયો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 40 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે ઓછામાં ઓછા 5 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની આશંકા છે.

આ પાંચ માળની બિલ્ડીંગ દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સ્થિત હતી. ઘટનાની માહિતી મળતાં ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાબળના જવાનો દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.

અહેવાલ અનુસાર, આ દૂર્ઘટના ત્યારે બની જ્યારે બિલ્ડીંગનું સમારકામ ચાલી રહ્યું હતું. આ બિલ્ડિંગ કેટલાક વર્ષો જૂની છે અને તેના આંતરિક ભાગમાં રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. વધુમાં મળેલ માહિતી મુજબ, આ ઘટના શુક્રવારે સવારે 7.30 વાગ્યે બની હતી. બિલ્ડીંગના જે ભાગમાં રીનોવેશનનું કરવામાં આવી રહ્યું હતું, તે જ ભાગ જમિનદોસ્ત થઈ ગયો છે. બિલ્ડીંગની કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે સુરક્ષાબાળ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું.

અહેવાલથી મળેલ જાણકારી અનુસાર, અચાનક જ એક ભાગ તૂટી પડતા બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળના સ્લેબ્સ ધરાશાયી થયા હતા. સુરક્ષાબળના જવાનો દ્વારા બચાવવામાં આવેલા 34 લોકોને તેમના મકાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા તેથી કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી.

(11:49 pm IST)