Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ઉત્તરપ્રદેશમાં છેલ્લા 7 મહિનામાં ધર્માંતરણના50 કેસ નોંધાયા :78 આરોપીની ધરપકડ, 25 ફરાર

મોટાભાગના કેસ મેરઠ અને બરેલીમાં નોંધાયા: મેરઠમાં ધર્માતરણના 12 કેસ અને બરેલીમાં 10 FIR નોંધાઈ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં ધર્માતરણની ઘટનાનો ખુલાસો થયા બાદ તપાસ એજન્સીઓ સજાગ થઈ ગઈ છે. છેલ્લા 7 મહિનાની અંદર ધર્માતરણના રેકોર્ડને જોઈએ તો આ દરમિયાન લગભગ 50 કેસ નોંધાયા છે. આમાંથી મોટાભાગના કેસ મેરઠ અને બરેલીમાં નોંધાયા છે. મેરઠમાં આ 7 મહિનાની અંદર ધર્માતરણના 12 કેસ નોંધાયા છે, જ્યારે બરેલીમાં 10 FIR નોંધાઈ છે.

રાજ્ય સરકારે ગત વર્ષે 27 નવેમ્બરના રોજ બળજબરીથી ધર્માંતરણ પર રોક લગાવવા 'Prohibition of Religion Ordinance-2020' લાગુ કર્યો હતો. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તનની ફરિયાદો મળતાં પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે.

 

મેરઠ ઝોનમાં સૌથી વધુ 12 કેસ નોંધાયા છે. આ પછી બરેલી ઝોનમાં 10, ગોરખપુર ઝોનમાં સાત, નોઈડા પોલીસ કમિશનરેટમાં પાંચ, લખનૌ કમિશ્નરેટ અને વારાણસી ઝોનમાં ચાર, આગ્રા ઝોનમાં ત્રણ, પ્રયાગરાજ ઝોનમાં બે, કાનપુર કમિશ્નરેટ અને લખનઉ ઝોનમાં એક-એક કેસ ધર્માતરણના નોંધાયા છે. ગયો

આ કેસમાં 130 આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાંથી 78ની ધરપકડ કરવામાં આવી છે. પાંચ આરોપીઓએ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. જ્યારે 25 હજુ ફરાર છે. આ પ્રકારના 22 કેસોમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. પોલીસ 25 કેસમાં તપાસ કરી રહી છે. ત્રણ કેસોમાં આક્ષેપો ખોટા હોવાનું માલુમ પડતાં કોર્ટમાં અંતિમ અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે.

ATS દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર ધર્માંતરણ માટે ધરપકડ કરાયેલા મોહમ્મદ ઉમર ગૌતમ અને મૌલાના જહાંગીર સામે પીડિતો દ્વારા ફરિયાદની રાહ જોવાઇ રહી છે. જો સૂત્રોનું માનીએ તો, બધી ફરિયાદો એટીએસ પાસે આવી રહી છે, જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થતાં આરોપી અને તેના અન્ય સાથીઓ વિરુદ્ધ કેટલાક અન્ય કેસ પણ નોંધવામાં આવી શકે છે.

(11:37 pm IST)