Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મૃત્યુના 20 મિનિટ પછી ફરી જીવંતો થયો!: બીજી દુનિયાના સંસ્મરણો વાગોળતા કહ્યું- સુંદર મેદાન, રંગબેરંગી ફૂલો હતા

60 વર્ષના સ્કોટ ડ્રુમંડે દાવો કર્યો કે તે 28 વર્ષનો હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું

નવી દિલ્હી : 60 વર્ષના સ્કોટ ડ્રુમંડે દાવો કર્યો છે કે તે 28 વર્ષનો હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું, તે પણ માત્ર 20 મિનિટ માટે એટલે કે 20 મિનિટ પછી સ્કોટ ફરી જીવંત થયો. સ્કોટે દાવો કર્યો છે કે મૃત્યુ પછી 20 મિનિટ પછી તેનો આત્મા શરીરમાં ફરી પાછો આવ્યો.

સ્કોટ કહે છે કે જ્યારે તે 28 વર્ષનો હતો ત્યારે તેને સ્કીઇંગ કરતી વખતે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેના હાથનો અંગૂઠો તૂટી ગયો હતો. ઓપરેશન દરમિયાન તેનો જીવ જતો રહ્યો. હવે વૃદ્ધ થઈ ગયેલા સ્કોટે કહ્યું કે તેણે નર્સને ડરથી ભાગતી જોઇ અને ડોક્ટર્સને બોલાવતા સાંભળ્યું. આ ઘટનાના 20 મિનિટ બાદ તે જીવંતો થયો. સ્કોટ દાવો કરે છે કે તે જીવતો થયો ત્યાં સુધીમાં તે બીજી દુનિયામાં ફરી આવ્યો હતો. ઈશ્વરે તેમને એમ કહીને પાછો મોકલ્યો કે તારો હજુ સમય આવ્યો નથી

 

એક ઈન્ટરવ્યૂમાં સ્કોટે દાવો કર્યો હતો કે તે પ્રથમ વખત દુનિયાને તેના મૃત્યુ પછીના અનુભવ વિશે જણાવી રહ્યો છે. આ પહેલા તેણે આ અનુભવ તેની પત્ની અને મિત્રોને કહ્યો હતો. સ્કોટે કહ્યું, તેમણે જ્યારે નર્સને તેના મૃત્યુ વિશે ચીસો પાડતા સાંભળી પછી જ તેને ખબર પડી કે તેની બાજુમાં કોઈ અદ્રશ્ય શક્તિ છે. તે શક્તિએ તેને આંખના પલકારામાં એક ખૂબ જ સુંદર મેદાનમાં ઉભો રાખી દીધો.

તેઓ તે અદ્રશ્ય શક્તિની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ સુંદર મેદાનમાં સુંદર અને રંગબેરંગી ફૂલો હતા, ત્યાં કમર સુધી આવતું એક મખમલી ઘાસ હતુ. સફેદ વાદળો તેમને સ્પર્શતા હતા. આ શક્તિએ તેને પાછું વળીને ન જોવાનું કહ્યું. ડાબી બાજુ ખૂબ ઉંચા અને સુંદર ઝાડ હતાં. આ પ્રકારના ઝાડ તેણે પહેલાં ક્યારેય જોયા ન હતા. બીજી બાજુ સુંદર ફૂલો હતા. તેઓ કહે છે કે તેઓ હજી પણ તે સુંદર ફૂલોને યાદ કરે છે. સ્કોટ કહે છે કે બીજી દુનિયામાં ખૂબ શાંતિ હતી.

સ્કોટે કહ્યું, તે અદૃશ્ય શક્તિના ઇશારે વાદળો તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન કોઈએ તેનો હાથ પકડ્યો અને કહ્યું- હજુ તમારો સમય નથી થયો, તારે હજુ ઘણ કામ કરવાનું છે. આ અવાજ પછી તે એક ઝટકા સાથે તેના શરીરમાં પાછો આવી ગયો. સ્કોટ 20 મિનિટના મોતનો દાવો કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ ઘટના પછી જીવન પ્રત્યેનો અભિગમ બદલાયો.

(11:10 pm IST)