Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રક્ષામંત્રી રાજનાથસિંહ લેહ-લદ્દાખની મુલાકાતે :એલએસી પર સૈન્ય તૈયારીઓની કરી સમીક્ષા

બીઆરટીઓ દ્વારા આ વિસ્તારોમાં નવનિર્મિત માર્ગો અને બ્રિજનું ઉદઘાટન

નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ત્રણ દિવસના લેહ-લદ્દાખ પ્રવાસે છે. લદ્દાખ પહોંચીને રાજનાથસિંહે ચીનને અડીને આવેલા એલએસી પર સૈન્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પ્રવાસ દરમ્યાન બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે, બીઆરટીઓ દ્વારા આ વિસ્તારોમાં નવનિર્મિત માર્ગો અને બ્રિજનું ઉદઘાટન પણ કરવાના છે. આનાથી માત્ર બોર્ડર વિસ્તારના લોકોના અવર-જવરમાં સુવિધા મળતી થશે ઉપરાંત સેનીની ગતિવિધિ પણ સરળ થઈ જશે

રાજનાથ સિંહની મુલાકાતનો હેતુ ચીન સાથે લાંબા સમયથી ચાલતા સરહદ વિવાદ વચ્ચે આ ક્ષેત્રમાં ભારતની સૈન્ય સજ્જતાનો હિસ્સો લેવાનો છે. અધિકારીઓએ કહ્યું કે લેહમાં રક્ષા મંત્રીને કારગિલ અને લદ્દાખ સ્વાયત્ત હિલ વિકાસ પરિષદના ચૂંટાયેલા વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે સંરક્ષણ પ્રધાનની સાથે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે પણ હતા

આ દરમિયાન સિંહે સશસ્ત્ર સૈન્યના ભૂતપૂર્વ સૈનિકો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમના કલ્યાણ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અહીં રાજનાથ સિંહે સૈનિકોને સંબોધતા જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ એ છે કે, તમે દેશની સુરક્ષાની જે રીતે કાળજી લીધી છે તે જ રીતે તમારા બધાની સંભાળ રાખવી. આ બધા હોવા છતાં, જો તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો તેને હલ કરવા માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે

   
(9:08 am IST)