Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

પાકિસ્તાન કબ્જાવાળા પીઓકે (કાશ્મીર)ના લોકો એ ચીન નો વિરોધ કરી ભારતનું ખુલીને સમર્થન કરતા નજરે પડ્યા

નવી દિલ્‍હી :  ચીન ભારત સરહદે યુદ્ધ માટે થનગની રહ્યું છે ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના કેટલાક નાગરિકો ભારત ના સમર્થન માં આવ્યા છે અને ચાઈના ને ખરીખોટી સંભળાવી રહ્યા છે તેઓ કહે છે કે અમારો પ્રદેશ પણ ભારત નો હિસ્સો છે અને અમે ભારત ની તરફદારી કરીએ છીએ, એક એક્ટિવિસ્ટે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની આક્રમકતા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ગ્લાસગોમાં હકાલપટ્ટી કાપી રહેલા અમજદ અય્યુબ મિર્ઝાએ કહ્યું કે, તેઓ ભારતી સેનાના સમર્થનની પ્રતિજ્ઞા કરે છે. 70 વર્ષથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિલ-બાલ્ટિસ્તાનના લોકોને ભારતથી અલગ રાખ્યા છે. ચીનની આક્રમકતાના કારણે ભારત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ સ્થિતિમાં અમે ચૂપ નહીં રહીએ અને ભારત સાથે ખભે-ખભા મિલાવીને ઊભા રહીશું. મિર્ઝાએ કહ્યું કે, 'હું ભારત માટે લડીશ અને જ્યાં ભારતીય સૈનિકનું લોહી રેડાશે, ત્યાં અમે છેલ્લા શ્વાસ સુધી દુશ્મન સામે લડીશું.' બીજી તરફ અમેરિકા પણ ખુલીને ભારત નું સમર્થન કરી રહ્યું છે અને અમેરિકામાં સાંસદ ડેટ યોહોએ કહ્યું કે, લદ્દાખમાં ચીનની આક્રમકતા સૈનિક ઉશ્કેરણીની કાર્યવાહીનો ભાગ છે. ચીને જાણીજોઈને આમ કર્યું છે. હવે દુનિયા માટે એક થવાનો અને ચીનને એ બતાવવાનો સમય આવી ગયો છે. આમ પાકિસ્તાન ના કબ્જાવાળા કાશ્મીર માં પણ લોકો ભારતનું ખુલીને સમર્થન કરતા નજરે પડ્યા હતા

(11:50 am IST)