Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

રાજકોટમાં કોરોના ગીચ વિસ્તારોમાં પ્રસર્યો : વધુ 4 રિપોર્ટ પોઝિટિવ : શહેરનો કુલ આંક 157

ગાંધીગ્રામ , કાલાવડ રોડ, આસ્થા રેસિડેન્સી, જલારામ સોસાયટી સહિતના વિસ્તારોમાં 3 પુરુષ અને 1 મહિલાને કોરોના

રાજકોટ: શહેરમાં કોરોના નો ધીમે ધીમે ગીચ વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે . આજે ગાંધીગ્રામના શિવમ પાર્ક , કાલાવડ રોડ પર ના આરકે નગર , આસ્થા રેસીડેન્સી તથા જલારામ સોસાયટીમાં આવેલ પ્રાર્થવ એપાર્ટમેન્ટ સહિતનાં વિસ્તારોમાં ત્રણ પુરુષ અને એક મહિલાને કોરોના હોવાનું નિદાન થયું છે.

આજરોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ ૪ કોરોના પોઝીટીવ કેસની વિગત આ મુજબ છે.(૧) કૈલાશ શુકલા

ઉંમર : ૪૮ / પુરુષ, રહે. શિવમ પાર્ક, ગાંધીગ્રામ પાસે, 

અઠવાડિયાથી દિલ્હીથી આવેલ છે. (૨) મધુકરભાઈ ભોજા મણવર, ઉંમર : ૫૧ / પુરુષ, રહે. આર. કે.નગર, કાલાવડ રોડ, અગાઉ પોઝિટિવ આવેલ ઉષાબેનના સગા છે. (૩) અમિત હંસરાજ મણવર

ઉંમર : ૩૯ / પુરુષ, રહે. આસ્થા રેસિડેન્સી, ૧૫૦' રિંગ રોડ, અગાઉ પોઝિટિવ આવેલ દિવ્યેશભાઈના ભાઈ છે. (૪) ઈન્દિરાબેન કૃષ્ણકાંતભાઈ આલોદરિયા

ઉંમર : ૬૦ / સ્ત્રી, રહે. પ્રાર્થવ એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી, યુનિવર્સિટી રોડ, બંસી પાર્ક, અમીનમાર્ગ પર ત્રણ પોઝિટિવ આવેલ ખાંટ ફેમિલીના સગા છે.

રાજકોટ શહેરમાં કુલ કેસ : ૧૫૭,  હોસ્પિટલમાં દાખલ: ૪૨, ડિસ્ચાર્જ: ૧૦૯, મૃત્યુ: ૬ થયા છે.

(10:52 am IST)
  • દિલ્હીમાં 2948 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. કુલ 80,188 કેસ થયા, કુલ મૃત્યુ 2558 અને 49,301 સાજા થયા. access_time 9:53 pm IST

  • પાદરાની જૈન ફાર્મ ફ્રેશ ફૂડ લીમીટેડ ( જૈન ઇરીગ્રેસશન) કંપનીમાં ભીષણ આગ ભભૂકી : વડું પાસેના ધોબીકુવા ગામ પાસે ડુંગળીનો પાવડર બનાવતી કંપનીમાં ભયંકર આગ :આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા : પાદરા ફાયર ફાયટર ઘટના સ્થળે : કંપની બહાર લોકોના ટોળા : પાદરા પોલોસ સ્ટાફ પહોંચ્યો ઘટના સ્થળે access_time 11:46 pm IST

  • ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને સોંપાઈ મધ્યપ્રદેશની જવાબદારી : યુપીની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવશે ; મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન બીમાર પડતા યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને સોંપાઈ વધારાની જવાબદારી access_time 11:32 pm IST