Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

શોપિયા જિલ્લામાં ઉંડી ખીણમાં ટેમ્પો ખાબકતા 9 વિદ્યાર્થી સહિત 11 લોકોના મોત : 7 ઘાયલ

સ્કુટી ચાલકને બચાવવાના જતા ટેમ્પો પરથી ચાલકે કાબૂ ગુમાવ્યો

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના મુગલ રોડ પર સામેથી આવતા એક સ્કુટી ચાલકને બચાવવાના જતા ટેમ્પો પરથી ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો ઊંડા ખાડામાં પડ્યો હતો ઘટનામાં 9 વિદ્યાર્થીઓ સહિત કુલ 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયાં હતા.

 દુર્ઘટનાને પગલે આસપાસ રહેતા લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલુ કર્યું હતું. જો કે,સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા શોપિયાના નાયબ કમિશનર મોહમ્મદ સલીમ મલિકે 11 વ્યક્તિઓના મોત અંગેની જાણકારી આપી હતી. તથા 7 લોકો ઘાયલ થયાં હોવાનું પણ જાહેર માધ્યમોને જણાવેલ.

શોપિયાના નાયબ કમિશનર મોહમ્મદ સલીમ મલિકે 11 વ્યક્તિઓના મોત અંગેની જાણકારી આપી હતી. તથા 7 લોકો ઘાયલ થયાં હોવાનું પણ જાહેર માધ્યમોને જણાવેલ.છે 

(8:57 am IST)