Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

૧૩ રાજયો માટે હવામાન ખાતાનુ ઓરેન્જ એલર્ટ ૭૨ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ

આજે તા.૨૮ના રોજ દિલ્હી-હરીયાણા-ચંદીગઢ- ઉત્તરપ્રદેશ- હિમાચલ-મધ્યપ્રદેશ- છતીસગઢ- કર્ણાટકના તટીય વિસ્તારોમાં તથા જમ્મુકાશ્મીરમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.ઉપરાંત ઉતરાખંડ, પંજાબ, રાજસ્થાન, ગોવા,  મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલગાંણા, અરૂણાચલ, આસમ, મેઘાલય, હિમાલયન, પ્રશ્ચિમ બંગાળ, સિકકીમ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉડીશા, ઝારખંડ અને કેરાલાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા  છે.

 જયારે કાલે તા.૨૯ના રોજ ઉતરાખંડ, કોંકણ, ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં અતિભારે જયારે હિમાચલ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને કર્ણાટકના તટીય વિસ્તારો તથા જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શકયતા દર્શાવી છે. શનિવારે તા.૩૦ના રોજ ઉતરાખંડ , અરૂણાચલ,  આસામ, મેઘાલય, હિમાલયની પશ્ચિમ બંગાળ, સિકકીમ અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં અતિ ભારે જયારે બિહાર, યુપી, કર્ણાટકના અંદરના વિસ્તારોમાં અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતાએ આપ્યું છે.

(4:08 pm IST)