Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મુંબઈના ઘાટકોપર ચાર્ટર પ્લેન ક્રેશ : 5 વ્યકતિનું મોત :બે થી ત્રણ લોકો ઘાયલ

રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા ઘાયલોની સંખ્યા વધવાની ભીતિ :ફાયર ફાયટર દોડ્યા

મુંબઇના ઘાટકોપર વિસ્તાર પાસે એક ચાર્ટડ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 5 વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે બેથી ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્લેન રહેણાક વિસ્તારમાં ક્રેશ થયું હોવાને કારણે ઘાયલોની સંખ્યા વધી શકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પાંચથી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ હતી.

(3:39 pm IST)