Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

એર ઇન્ડિયાનું મુંબઇનું બિલ્ડીંગ વેચવાની વેતરણમાં છે કેન્દ્ર સરકાર

મુંબઇ તા. ૨૮: એર ઇન્ડિયાની આર્થિક તંગી દુર કરવાના પ્રયાસના ભાગરૂપે નેશનલ એરલાઇનનું મુંબઇનું આકર્ષક બિલ્ડીંગ દેશના સોૈથી મોટા કન્ટેનર પોર્ટ JNPT ને વેચાની વાટાઘાટો શરૂ કરી છે એ બાબતની દરખાસ્તને વડા પ્રધાનની સૈદ્ધાંતિક મંજુરી પ્રાપ્ત થઇ છે. ત્યાર પછી વેચાણ  અને વાટાઘાટોના વિધિવિધાન નિર્ધારિત કરવા માટે વિવિધ મંત્રાલયોની સમિતિ રચવામાં આવી છે.

એક સમયે એર ઇન્ડિયાનું હેડકવાર્ટર રહી ચૂકેલું મુંબઇના નરીમાન પોઇન્ટ વિસ્તારનું ૨૩ માળનું બિલ્ડીંગ શહેરની પ્રાઇમ પ્રોપર્ટી હોવાથી એની સારી કિંમત પ્રાપ્ત થવાની શકયતા છે. એર ઇન્ડિયાનો સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ પ્લાન પાર પાડવામાં સરકારને નિષ્ફળતા મળ્યા પછી મુંબઇ સ્થિત હેડકવાર્ટરનું બિલ્ડીંગ JNPT ને વેચવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. (૧.૨)

(10:35 am IST)