Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કોંગ્રેસમાં કકળાટ બાદ ભાજપમાં ભડકો :વડોદરાના ત્રણ ધારાસભ્યોમાં નારાજગી :સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ

નારાજ ધારાસભ્યોની સંખ્યા 20થી વધુ હોવાનો મધુશ્રીવાસ્તવનો દાવો ;અધિકારીઓ માનતા નથી કામો થતા નથી

 

અમદાવાદ :કોંગ્રેસનો કકળાટ બહાર આવ્યા બાદ હવે ભાજપમાં ભડકો થયો છે વડોદરા પંથકના ત્રણ ધારાસભ્યોની નારાજગી બહાર આવી છે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી છે.મધુ શ્રીવાસ્તવે સાવલીના ધારાસભ્ય કેતન નામદાર અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે ગુપ્ત સ્થળે બેઠક કરી ચર્ચા કરી છે

 . જોકે ધારાસભ્યોએ દાવો કર્યો છે કે તેઓ પક્ષથી નહીં, પરંતુ અધિકારીઓથી નારાજ છે. અધિકારીઓ તેમની વાત નહીં સાંભળતા હોવાનો અને તેમના કામો નહીં થતા હોવાનો દાવો કર્યો છે. સરકાર સામે નારાજ ધારાસભ્યોની સંખ્યા 20 હોવાનો મધુ શ્રીવાસ્તવનો દાવો છે. સાથે દિલ્હી હાઈકમાન્ડે રજૂઆત કરવાની પણ વાત કરી છે.

 એક તરફ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી 6 દિવસીય ઈઝરાયેલના પ્રવાસે છે. ત્યારે ગુજરાત ભાજપમાં ભડકાના એંધાણ સર્જાયા છે. મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસથી ભાજપના ધારાસભ્યો નારાજ છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ત્રણ ધારાસભ્યો ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ, યોગેશ પટેલ અને કેતન ઈમાનદાર પક્ષથી નારાજ છે

ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત રીતે વડોદરા સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. જે બાદ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે જણાવ્યું હતું કે, અધિકારીઓ અને મંત્રીઓ ધારાસભ્યોનું માન નથી. તેમજ સંગઠન અને સરકારમાં કોઈ તેમને સાંભળતું નથી. પ્રકારે નેતાઓની નારાજગીથી ક્યાંકને ક્યાંક ભાજપને ઝટકો લાગી શકે છે.

(12:00 am IST)