Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ગુજરાત દેશનું ગ્રોથ એન્‍જીન બન્‍યુ : ભુપેન્‍દ્રભાઈ

રાજકોટ : આટકોટ ખાતે હોસ્‍પિટલના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યુ હતું કે નરેન્‍દ્રભાઈ મોદી સુશાસનના પ્રણેતા છે. તેઓના માર્ગદર્શન અને પ્રયાસથી ગુજરાત દેશનું ગ્રોથ એન્‍જીન બન્‍યુ છે. એક સમયે ગુજરાતમાં આરોગ્‍ય સેવાની અછત હતી. ગામડે કોઈ સુવિધા હતી. આજે ગામડામાં પણ સુપર સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલનું ઉદ્દઘાટન થયુ છે. આટકોટમાં નવનિર્મિત હોસ્‍પિટલમાં આયુષ્‍યમાન, મા અમૃત યોજના વગેરે પણ ચાલશે. અસંખ્‍ય લોકોને આ યોજનાઓનો લાભ હોસ્‍પિટલમાં મળનાર છે. મોદીજીના માર્ગદર્શનથી ગુજરાત વધારે આરોગ્‍ય સેવા ધરાવતુ રાજય બને તે દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે. આટકોટમાં આજે આનંદનો અવસર છે. ડો.ભરતભાઈ બોઘરા અને પાટીદાર સમાજને હું અભિનંદન અને શુભેચ્‍છા આપુ છું તેમ જણાવીને ભુપેન્‍દ્રભાઈએ કહ્યું હતુ કે આ હોસ્‍પિટલનું નિર્માણ પૂણ્‍યકાર્ય છે. આ સેવાથી અનેક પરિવારો હસતા રમતા ખીલતા રહેશે.

 

(2:06 pm IST)