Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાની ભયંકરતા પાકિસ્‍તાનને ધમરોળ્‍યુઃ પાકિસ્‍તાનમાં કુલ સંક્રમિતોની સંખ્‍યા ૬૦ હજારને પાર

પાકિસ્‍તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના ૧૪૪૬ નવા કેસ નોંધાયા છે જે પછી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્‍યા ૬૦૦૦૦થી વધારે થઇ ગઇ છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયએ કહ્યુ કે આ ખતરનાક વાયરસથી  ૨૮ દર્દીઓના મોત થયા છે. આ મોત પછી મૃતકોની સંખ્‍યા ૧૨૨૫ સુધી પહોંચી ગઇ છે.

સિંઘ પ્રાંતમાં સૌથી વધારે ૨૩૫૦૭ કેસ છે બાકી જુદા જુદા અન્‍ય પ્રાંતોમાં નોંધાયા છે. અધિકારી સતત કહી રહ્યા છે. કે પાકિસ્‍તાન નિયમિત રીતે ૩૦,૦૦૦ થી વધુ તપાસ નથી કરી શકતુ પણ અત્‍યાર સુધી આવુ જોવા મળ્‍યુ નથી.

(11:20 pm IST)