Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ભારતીય રેલવે દ્વારા પહેલી જૂનથી ખાસ ટ્રેનો શરુ કરાશે : વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડાવાશે અને 34 ટ્રેનોના સ્ટોપેજનો લાભ : મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ,સુરતથી છાપરા,અમદાવાદ થી હાવરા,બનારસ અને નિઝામુદ્દીન, મુઝફરનગર, ગોરખપુર, અને પટનાની ટ્રેન ઉપડશે

પશ્ચિમ રેલવે દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં ખાસ ટ્રેનો દોડાવાશે જેમાં ગુજરાતથી આવતી અને ઉપડતી અથવા પસાર થતી એવી 34 ટ્રેનો સામેલ છે ભારતીય રેલવે દ્વારા શરુ થનાર વધુ ટ્રેનોમાંથી કેટલીક ટ્રેનો ગુજરાતમાંથી દોડાવાશે અને 34 ટ્રેનોના સ્ટોપેજ સહિતનો ગુજરાતને લાભ મળશે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ ટ્રેન સહીત ગુજરાતથી દોડનારી ટ્રેનોમાં સુરતથી છાપરા,અમદાવાદથી હાવરા,બનારસ અને નિઝામુદ્દીન, મુઝફરનગર ,ગોરખપુર,અને પટનાની ટ્રેન નો સમાવેશ થાય છે 

(10:35 pm IST)