Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

લ્યો કરો વાતઃ વાયરસ ૨૦ ફૂટ સુધી ચેપ લગાડી શકે છે

છીંકવા કે ખાંસી લગભગ ૪૦૦૦૦ ટીપાં નીકળે છે : કોવિડ-૧૯ ને કાબૂમાં લેવા સોશિયલ ડિસ્ટિંસિંગનો ૬ ફૂટનો માપદંડ પૂરતો ન હોવાનો અભ્યાસમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી, તા. ૨૮ : દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીને રોકવા માટે સોશ્યલ ડિસ્ટિંસિંગના નિયમનુ પાલન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યું છે, માટે ફૂટ દૂર રહેવાનું કહેવામાં આવે છે. પરંતુ તાજેતરના એક સ્ટડીમાં દાવો કરાયો છે કે કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે એકબીજાથી ફૂટ દૂર રહેવાનો નિયમ પુરતો નથી. કારણ કે જીવલેણ વાયરસ છીંકવા કે ખાંસીથી લગભગ ૨૦ ફૂટ દૂર સુધી જઈ શકે છે. વૈજ્ઞાનિકોએ વિવિધ વાતાવરણની પરિસ્થિતિઓમાં ખાંસીથી, છીંકવાથી અને શ્વાસ છોડવા દરમિયાન નીકળતી સંક્રામક છાંટાના પ્રસારનો મોડલ તૈયાર કર્યા છે અને થકી જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ શિયાળામાં અને ભેજવાળા મોસમમાં ત્રણ ઘણો ફેલાઈ શકે છે.

             આ સ્ટડી રિપોર્ટ તૈયાર કરનાર સંશોધકોમાં સાંતા બાર્બરા સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીઓના સંશોધકો સામેલ છે. સંશોધકની ટીમના કહેવા અનુસાર છીંક કે ખાંસી દરમિયાન નીકળતી સંક્રામક છાંટા વાયરસને ૨૦ ફૂટ સુધી દૂર લઈ જઈ શકે છે. એટલા માટે, ચેપના રોકવા માટે વર્તમાન ફૂટના સામાજિક અંતરનો નિયમ પુરતો નથી. પહેલાંની શોધના આધાર પર સ્ટડી કરનાર ટીમના સભ્યે કહ્યું કે, છીંકવા કે ખાંસી અને અહીંયા સુધી વાતચીત કરવાથી લગભગ ૪૦૦૦૦ ટીપાં નીકળે છે. ટીપાં પ્રતિ સેકન્ડમાં કેટલાક મીટરથી લઈને કેટલાક ટીપાં ૧૦૦ મીટર સુધી દૂર જઈ શકે છે. સ્ટડીને લઈને કેટલાક વૈજ્ઞાનિકોએ કહ્યું કે ટીપાંની વાયુગતિ, ગરમી અને પર્યાવરણની સાથે તેમના બદલાવની પ્રક્રિયા વાયરસના પ્રસારની પ્રભાવશીલતા નક્કી કરે છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે શ્વસન ટીપાંના માધ્યમથી કોરોના વાયરસના સંચરણ માર્ગ ઓછા અંતરના ટીંપા અને લાંબા અંતરના એરોસોલ કણોમાં વિભાજીત છે.

              સ્ટડીમાં કહેવાયું છે કે મોટા છાંટા કે ટીપાં ગુરુત્વાકર્ષણના કારણે સામાન્ય રીતે મોટી વસ્તુ પર જમા થાય છે, જ્યારે નાના ટીપાં, એરોસોલ કણો બનીને ઝડપથી બાષ્પીભવન થઈ જાય છે, કણ વાયરસને લઈ જવામાં સક્ષમ હોય છે અને કલાકો સુધી હવામાં ફરે છે. નાના કણો છેક ફેંફસા સુધી જઈ શકે છે. વૈજ્ઞાનિકોએ પોતાના સ્ટડી રિપોર્ટમા લખ્યું છે કે રોગ નિયંત્રણ અને અટકાવ કેન્દ્ર દ્વારા ફૂટના અંતરનો નિયમ લાગૂ કરવાની વાત કહી છે, પુરતો નથી, કારણ કે ઠંડી અને ભેજના મોસમમાં છીંકવા કે ખાંસી દરમિયાન નીકળતા છાંટા મીટર(૧૯. ફૂટ) સુધી દૂર જઈ શકે છે.

(8:06 pm IST)