Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

દિલ્હીની હોસ્પિ.માં મૃતદેહ રાખવા જગ્યા નથી : રિપોર્ટ

અંતિમ સંસ્કારની સુવિધાનો પણ અભાવ : કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને એકની ઉપર એક થપ્પી કરીને મુકવામાં આવ્યા છે : મર્જાઘરમાં ૮૦ રેક ભરાયેલાં છે

નવી દિલ્હી, તા. ૨૮  : દેશની રાજધાની  દિલ્હી કોરોના વાયરસથી ખૂબ પ્રભાવિત છે. જીવલેણ બીમારીને કારણે અત્યાર સુધી હજારો લોકોના મોત થયાં છે. હવે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હોસ્પિટલમાં હવે મૃતદેહને રાખવાની જગ્યા નથી. લોક નાયક હોસ્પિટલના કોવિડ-૧૯ મૃતદેહની અંદર ૧૦૮ મૃતદેહ છે. મરદાઘરમાં ૮૦ સ્ટોરેજ રેક ભરાયેલા છે અને જમીન પર પણ ૨૮ મૃતદેહ રાખેલા છે. મરડાઘરના અધિકારીઓએ જણાવ્યું છે કે, મૃતદેહોને એકની ઉપર એક થપ્પી કરીને મુકવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ, મંગળવારે નિગબોધ ઘાટ સીએનજી સમશાન ઘાટના આઠ મૃતદેહને પરત કરી દેવામાં આવ્યા છે કેમકે ત્યાં હવે વધારે અંતિમ સંસ્કારની સુવિધા નથી. ત્યા માંથી માત્ર બે ભટ્ટીઓ કામ કરી રહી છે. લોકનાયક હોસ્પિટલ શહેરના સૌથી મોટા કોવિડ-૧૯ સમર્પિત હોસ્પિટલ છે.

          બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસથી ૭૯૨ નવા કેસની પુષ્ટિ થઈ છે ત્યારબાદ શહેરમાં દર્દીઓની સંખ્યા વધીને ૧૫,૨૫૭ સુધી પહોંચી ગઈ છે. વચ્ચે ૧૫ લોકોના મોત સાથે મત્યુઆંક ૩૦૩ પર પહોંચી ગયો છે. લોક નાયક હોસ્પિટલના એક અધિકારીને નામ જાહેર નહીં કરવાની શરત પર જણાવ્યું હતું કે, અમે તે લોકોના અંતિમ સંસ્કાર કરી શકતા નથી જેનો પાંચ દિવસ પહેલા નિધન થઈ ગયું હતું. મૃતદેહોની સંખ્યા સતત વધી રહી છે. આજે જમીન પર ૨૮ મૃતદેહ એકબીજાની આજુ-બાજુ પડયા છે અને એક મૃતદેહ પર બીજા મૃતદેહને રાખવામાં આવ્યો છે.

(8:05 pm IST)