Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

દારૂના વેપારીએ ચાર લોકોને ભોપાલથી દિલ્હી બોલાવવા 25 લાખ ખર્ચ્યા : 180 સીટર વિમાન બુક કરાવ્યું

છ અને આઠ સીટર ચાર્ટર્ડ વિમાન જેવાં અન્ય વિકલ્પ ઉપલબ્ધ હતાં પરંતુ દારૂનાં વેપારીએ એરબસને જ પસંદ કરી

 મધ્ય પ્રદેશનાં દારૂનાં એક મોટા વેપારીએ ચાર લોકોને ભોપાલથી દિલ્હી લાવવા માટે 180 સીટર વિમાન (એરબસ A320) હાયર કર્યાં છે. ચાર યાત્રીઓમાં દારૂનાં વેપારીની પુત્રી, તેનાં બે બાળક અને બાળકોની નાની પણ શામેલ હતાં.દારૂનાં વેપારી જગદીશ અરોડા મધ્ય પ્રદેશમાં સોમ ડિસ્ટિલરીઝનાં માલિક છે. જ્યારે તેઓ સાથે ફોન પર સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ પહેલા આવાં કોઇ એરબસને હાયર કરવાની ના કહી દીધી હતી. પછી લાઇન કાપતા પહેલાં તેઓએ કહ્યું, “આપ ખાનગી વાતોમાં કેમ દખલગીરી કરી રહ્યાં છો?” વિમાનને દિલ્હીથી હાયર કરવામાં આવ્યાં હતાં. વિમાને સવારનાં 9:30 વાગ્યે દિલ્હીથી ઉડાણ ભરી અને અંદાજે 10:30 વાગ્યે ભોપાલ પહોંચ્યું. પછી ભોપાલથી ચાર યાત્રીઓની સાથે અંદાજે 11:30 વાગ્યે વિમાને દિલ્હી માટે પરત આવવા ઉડાણ ભરી.

ઉડ્ડયન વિભાગનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, છ અને આઠ સીટર ચાર્ટર્ડ વિમાન જેવાં અનેક અન્ય વિકલ્પ ઉપલબ્ધ હતાં પરંતુ દારૂનાં વેપારીએ એરબસને જ પસંદ કરી. સૂત્રએ કહ્યું, “જેની પાસે પૈસા છે, તેઓ અન્ય યાત્રીઓની સાથે યાત્રા નહીં કરવા ઇચ્છતા કેમ કે જોખમ શામેલ છે. પરંતુ છ અથવા તો આઠ સીટર ચાર્ટર્ડ વિમાનથી ઉદ્દેશ પૂર્ણ થઇ શકતો હતો.” A320 એરબસને ભાડાં પર લેવું એ એવિએશન ટરબાઇન ઇંધણનાં ખર્ચ પર નિર્ભર કરે છે.

 સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આ ખર્ચ 5થી 6 લાખ રૂપિયા પ્રતિ કલાકની વચ્ચે આવી શકે છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે તાજેતરનાં મહીનાઓમાં ટરબાઇન ઇંધણનાં ભાવોમાં પણ ઉણપ આવી છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં એક ઇનસાઇડરનાં અનુસાર, દારૂનાં વેપારી તરફથી ભોપાલથી ચાર લોકોને દિલ્હી લાવવા માટે 25થી 30 લાખ રૂપિયાની વચ્ચે ખર્ચ કર્યા હોવાંની સંભાવના છે.

(7:31 pm IST)