Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

બ્રિટનમાં ડ્રગની હેરાફેરી બદલ ભારતીય મૂળના 2 નાગરિકોને જેલસજા : બર્મિંગહામના 34 વર્ષીય શક્તિ ગુપ્તા અને વેસ્ટ મિડલેન્ડના 54 વર્ષીય બલદેવસિંહ સહોતાને અનુક્રમે 18 વર્ષ અને 16 વર્ષની જેલ : 2 કરોડ પાઉન્ડની કિંમતનું 172 કિલો કોકેન ઘુસાડ્યાનો આરોપ

લંડન : બ્રિટનમાં ડ્રગની હેરાફેરી કરવા સબબ ભારતીય મૂળના બે નાગરિકોને જેલસજા થઇ છે.જે મુજબ  બર્મિંગહામના 34 વર્ષીય શક્તિ ગુપ્તા અને વેસ્ટ મિડલેન્ડના ઓલ્ડબરી સ્થિત 54 વર્ષીય બલદેવસિંહ સહોતાને અનુક્રમે 18 વર્ષ અને 16 વર્ષની જેલ ફરમાવાઈ છે.તેઓએ  2 કરોડ પાઉન્ડની કિંમતનું 172 કિલો કોકેન ઘુસાડ્યું હોવાનો  આરોપ હતો.
સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવાયા મુજબ દેશમાં સૌથી મોટી ડ્રગ હેરાફેરી માંહેની આ એક છે.જે ગયા વર્ષે બની હતી.જેમાં ઉપરોક્ત બંને આરોપીઓ જુદા જુદા વાહનોમાં કોકેનના જુદા જુદા જથ્થા સાથે ઝડપાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:21 pm IST)