Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ભારત ચીન સીમા વિવાદ મામલે મધ્યસ્થીની જરૂર છે કે કેમ ? : બંને દેશો નક્કી કરીને જવાબ આપે : લડાખ બોર્ડર ઉપર ગોઠવાઈ ગયેલા ભારત અને ચીનના લશ્કર અંગે યુ.એન.નો સવાલ

વોશિંગટન : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ અંતર્ગત લડાખ અને લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ ઉપર ગોઠવાઈ ગયેલા બંને દેશોના લશ્કરને ધ્યાને લઈને અમેરિકાએ મધ્યસ્થી થવાની ઓફર કરી છે.તેવા સંજોગોમાં યુ.એન.ના પ્રવક્તાએ જણાવ્યું છે કે મધ્યસ્થીની જરૂર છે કે કેમ તે બાબત બંને દેશોને એટલેકે ભારત અને ચીનને નક્કી કરવા દો

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીમા વિવાદ સમયે પણ બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડવા અમેરિકાએ મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી હતી.

(5:53 pm IST)