Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોના સંકટને જોતા ૩૧મે પછી લોકડાઉન-૫ શરૂ થશે?

દેશમાં ઘણાં લોકોને કન્ફયુઝન છે કે લોકડાઉન લંબાવવામાં આવશે કે પછી તેને ખતમ કરાશે

નવી દિલ્હી, તા.૨૮: દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે લોકડાઉન ૪ જાહેર કરવામાં આવ્યું છે જે મે મહિનાની ૩૧મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એક સવાલ થઈ રહ્યો છે કે શું ૩૧ મે પછી લોકડાઉન લંબાવવામાં આવશે કે નહીં. એક તરફ ગુજરાતમાં સૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યું છે કે ૩૧મી મે પછી રાજયમાં વધુ ૨-૩ અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.

દેશમાં ઘણાં લોકોને કન્ફ્યુઝન છે કે લોકડાઉન લંબાવવામાં આવશે કે પછી તેને ખતમ કરાશે. આ સાથે લોકડાઉન લંબાવવામાં આવશે તો કેવા પ્રકારની છૂટછાટ આપવામાં આવશે તે અંગે પણ લોકોને સવાલ સતાવી રહ્યા છે. દેશમાં પહેલા ૨૫મી માર્ચના દિવસે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી સતત લોકડાઉન ચોથા તબક્કા સુધી લંબાવવામાં આવ્યું છે એટલે કે લોકડાઉન જાહેર કર્યાને આજે ૬૫ દિવસ થયા છે.

સરકાર તરફથી મળેલી જાણકારી મુજબ ફરી એકવાર લોકડાઉન લંબાવવામાં આવી શકે છે. આ ફાઈનલ અને અંતિમ લોકડાઉન હોઈ શકે છે. ખબરો એવી પણ છે કે કેન્દ્ર સરકારે તેના પર કામ કરવાનું શરુ કરુ કરી દીધું છે. વડાપ્રધાન મોદી ૩૧ મે રવિવારે દેશને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન મોદી દેશવાસીઓને પોતાના સંબોધન મન કી બાતમાં લોકડાઉન ૫ અંગે માહિતી આપી શકે છે.

સૂત્રો દ્વારા મળતી વિગત પ્રમાણે હવે દર ૧૫ દિવસે લોકડાઉનની સમીક્ષા કરવામાં આવી શકે છે. લોકડાઉન ૫જ્રાક્નત્ન રાજય સરકારોને અધિકાર આપવામાં આવશે કે તેઓ કઈ બાબતો પર છૂટ આપવા માગે છે કઈ બાબતો પર નહીં. લોકડાઉન ૪જ્રાક્નત્ન દર્શાવેલા કન્ટનમેન્ટ ઝોન કે રેડ ઝોનમાં કે સીલ કરેલા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ કે આવા-ગમનની છૂટછાટ ન મળવાની આશંકા છે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર કેટલાક નિયમો લાગુ કરી શકે છે. કેટલીક બાબતો પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.

સ્કૂલ-કોલેજ હાલ ખુલે તેવી સંભાવના નથી દેખાઈ રહી, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પર પણ આ પ્રતિબંધ યથાવત રાખવામાં આવી શકે છે. શોપિંગ મોલને લઈને પણ રાજય સરકાર અને સ્થાનિક તંત્રએ જ નિર્ણય લેવાના રહી શકે છે. લોકડાઉન ૪માં શોપિંગ મોલ ખોલવા પર પ્રતિબંધ લગાવાયો હતો. હવે કેટલીક રાજય સરકારો રેડ ઝોનમાં નથી તેવા વિસ્તારોમાં શોપિંગ માઙ્ખલ ખોલવાની મંજૂરી આપી શકે છે.

રેલવે ચાત્રા અને ડોમેસ્ટિક ફ્લાઈટની સર્વિસ ચાલુ રહી શકે છે. દિલ્હી મેટ્રોની સેવા પણ ૧ જૂન બાદ શરુ કરવામાં આવી શકે છે. લોકડાઉન ૫ના સૌથી વધારે અસર દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, પુણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતામાં જોવા મળી શકે છે. આ શહેરોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. લોકડાઉન ૫માં ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવશે કે નહીં તે પ્રશ્ન પણ છે. કર્ણાટક સરકારે આ અંગે વડાપ્રધાન મોદીને પત્ર લઈને મંજૂરી આપવા અંગે જણાવ્યું છે.

(4:09 pm IST)