Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મોદી સરકાર વિરૂદ્ઘ કોંગ્રેસનું 'સ્પીકઅપ ઈન્ડિયા' અભિયાનઃ ૫૦ લાખથી વધુ કાર્યકર્તાઓ ઓનલાઈન જોડાશે

નવી દિલ્હી, તા.૨૮: કોરોના વાઈરસના મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસે નવી રણનીતિ બનાવી છે. આજથી કોંગ્રેસ સ્પીકઅપ ઈન્ડિયા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ ઓનલાઈન અભિયાનમાં ૫૦ લાખથી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો ભાગ લેશે.જે અતંર્ગત સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર જનતાનો અવાજ બુલંદ કરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત કોંગ્રેસ તરફથી મુખ્ય ૪ માંગો રાખવામાં આવી છે. જેમાં પ્રવાસી મજૂરોને સુરક્ષિત અને મફત ઘરે પહોંચાડવામાં આવે, દરેક ઘરીને ૧૦ હજાર રૂપિયાની તાત્કાલીક સહાયતા આપવામાં આવે, MSME સેકટરને લોન નહી પરંતુ આર્થિક મદદ પૂરી પાડવામાં આવે અને આ સાથે જ મનરેગા અંતર્ગત મજૂરોને ઓછામાં ઓછા ૨૦૦ દિવસનું કામ આપવામાં આવે.

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે જણાવ્યું કે, પાર્ટી આજે દેશભરમાં ડિજીટર પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પર ગરીબોનો અવાજ ઉઠાવશે અને તેમના ખાતામાં ૧૦ હજાર રૂપિયા નાખવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવશે. લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. સરકારના તમામ પ્રયત્ન છતાં દેશના સૌથી ગરીબ વર્ગના લોકો સુધી આર્થિક મદદ નથી પહોંચી શકી. કેન્દ્ર સરકાર મોટી-મોટી જાહેરાતો કરે છે અને પેકેજનું એલાન કરે છે, પરંતુ ગરીબોના હાથમાં પૈસા નથી પહોંચી રહ્યાં.

પાયલટે મોદી સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવા પર પ્રસ્તાવિત કાર્યક્રમો પર પણ કટાક્ષ કરતા જણાવ્યું કે, આજે પોતાની પીછ થપથપાવવાનો સમય નથી. આમ છતાં ઉત્વસ મનાવાઈ રહ્યા છે અને પોતાની ઉપલબ્ધી ગણાવાશે. રૂપિયાની તાત્કાલીક સહાયતા આપવામાં આવે, MSME સેકટરને લોન નહી પરંતુ આર્થિક મદદ પૂરી પાડવામાં આવે અને આ સાથે જ મનરેગા અંતર્ગત મજૂરોને ઓછામાં ઓછા ૨૦૦ દિવસનું આપવામાં આવે.

(4:07 pm IST)