Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

શાહરૂખ ખાને પશ્ચિમ બંગાળમાં આવેલ એમ્ફાન વાવાઝોડના નુકશાનમાં કરી મદદ

ડોનેશન સાથે લગાવશે પ૦૦૦ ઝાડ

મુંબઈ, તા. ૨૮: બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને એમ્ફાન તોફાન સામે લડવા માટે મદદ માટે હાથ આગળ વધાર્યાે છે તેમની ટીમ કોલકાત્તા નાઈટ રાઈડર્સે ટ્વિટર પર રીલિફ પેકેજની જાહેરાત કરી છે. આ ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે પેકેજમાં ૫૦૦૦ ઝાડ લગાવવા અને પશ્ચિમ બંગાળ ચીફ મિનિસ્ટર રીલિફ ફંડમાં ડોનેશનનો સમાવેશ થાય છે.

શાહરૂખ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારે આ મુશ્કેલીના સમયમાં મજબૂતી સાથે ઊભા રહેવાનું છે. આપણે ફરી એકવાર સાથે હસવાનું પણ છે. અન્ય એક બાબતમાં પણ શાહરૂખે હાથ લંબાવ્યો છે. વાવાઝોડાથી સૌથી પ્રભાવિત ચાર રાજ્ય (કોલકાત્તા, નોર્થ, સાઉથ ૨૪ પરગણા અને ઇસ્ટ મદિનાપુર)માં જરૂરિયાતમંદનોને કરિયાણું અને જરૂરી હાઈજીન આઈટમ્સ પહોંચાડશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે અને જરૂરી સેફ્ટી સાધનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

નોંધનીય છે કે આ પહેલા શાહરૂખની ટીમ કોલકાત્તા નાઈટરાઈડર્સ, એન્ટરટેઈન્મેન્ટ કંપની રેડ ચીલિઝ એન્ટરટેઈન્મેન્ટ અને રેડ ચીલિઝ વીએફએક્સ અને એનજીઓ મીર ફાઉન્ડેશને કોરોનાથી લડવા માટે મદદ માટે હાથ લાંબો કર્યાે હતો. આટલું જ નહીં, એક્ટરે પોતાના પર્સનલ ઓફિસ પણ ક્વોરન્ટીન માટે ખુલ્લી મુકી હતી.

(4:07 pm IST)