Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મધ્યપ્રદેશમાં લગ્નમાં દિલ્હીથી આવેલ વ્યક્તિને કોરોના પોઝિટિવ : નવદંપતી સહીત 100થી લોકો ક્વોરેન્ટાઇન

નવવધુના જીજાજી દિલ્હીમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળમાં ફરજ બજાવે છે

ભોપાલ:મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં લગ્નના થોડા જ કલાક બાદ નવદંપતિને ક્વોરન્ટાઈન કરવા પડ્યા છે. લગ્ન સમારંભમાં સામેલ થયેલા નવવધુના જીજાજી કે જે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળમાં ફરજ બજાવે છે તેઓ પણ લગ્ન સમારંભમાં આવ્યા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ લોકોને ક્વોરન્ટાઈન કરવાની ફરજ પડી છે.

લગ્નની વિધી પૂર્ણ થતા જ જાણ થઈ કે આ લગ્ન પ્રસંગમાં દિલ્હીથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે ફક્ત નવદંપતિ જ નહીં પરંતુ બંને પક્ષના પરિવારજનોના થઈને 100થી વધારે લોકોને ક્વોરન્ટાઈન કરવા પડ્યા છે. દિલ્હીથી આવેલ જીજાજી CISFમાં ફરજ બજાવે છે જે પોતાની શાળીના લગ્નમાં હાજરી આપવા માટે થોડા દિવસ અગાઉ જ છિંદવાડામાં આવ્યા હતા.

આ અંગે છિંદવાડા કલેક્ટર સૌરભ સુમનનું કહેવું છે કે, પ્રોટોકોલ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૌપ્રથમ સંક્રમીત વ્યક્તિ સાથે મુલાકાત કરનારા લોકોની એક યાદી કરવામાં આવી રહી છે. છિંદવાડાના જુન્નારદેવના લાલબાગ અને એકતા કોલોનીમાં કેટલાક લોકો સાથે તેમણે મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તે તમામ લોકો સુધી પહોંચવાની કામગીરી ચાલી રહી છે.

(1:53 pm IST)