Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

બાંગ્લાદેશની કોરોનો હોસ્પિટલમાં ભીષણ આગઃ પાંચ લોકો ભડથુ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ગુલશન માર્કેટ વિસ્તારમાં ગઇકાલે એક હોસ્પિટલના કોરોના વોર્ડમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે. મોડી રાતે ૧૦ વાગે લાગેલી આગ ઠારવા ફાયર ફાયટરો દોડી આવેલ. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવેલ કે અમે પાંચ મૃતદેહો કાઢયા છે. જેમાં ૪ પુરૂષ અને એક મહિલા છે.

જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી પણ મિડીયા રીપોર્ટ મુજબ એસીમાં ધડાકો થતા આગ લાગી હતી. અને તે ફેલાઇ ગઇ હતી. હોસ્પિટલ તંત્રએ કોઇ ટીપ્પણી કરી નથી. આગ અંગેના કારણની તપાસના આદેશ અપાયા છે.

(12:51 pm IST)