Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાની મહામારી વચ્ચે 'રાજકારણ' ન કરવા મમતાની ચેતવણી: રેલવે તેની શરતો અને મંરજીથી ટ્રેનો ચલાવે છે

તમે તમારી તાકાત ઉપર બધુ મેનેજ કરી શકતા હોવ તો આવો અને બધુ સંભાળો !

નવી દિલ્હી : પશ્ચિમ-બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર સામે પ્રહાર કર્યો છે. અને પં. બંગાળમાં કોરોના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ રહેલી દખલ અંગે નારાજગી વ્યક્ત કરી અને સીધુ નિશાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર સાધ્યુ છે અને તેઓએ ગઇકાલે બુધવારે અમિત શાહને કહ્યું હતું કે, તમે તમારી તાકાત ઉપર બધુ મેનેજ કરી શકતા હોવ તો આવો અને બધુ સંભાળો !

એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી મમતાએ જણાવેલ કે, હાલનાં સંકટનાં સમયમાં કેન્દ્ર સરકારે રાજનીતિ કરવી જોઇએ નહીં. તેઓએ કહ્યું હતું કે હું પ્રધાનમંત્રીને અપીલ કરું છું કે દેશમાં કોરોનાનો પ્રકોપ હવે વધ્યો જોઇએ નહીં.મહામારી દેશમાં આમ પણ ખૂબ જ ફેલાઇ ગઇ છે. દરમ્યાન મમતાએ શ્રમિક સ્પે. ટ્રેનો અનુસંધાને રેલ મંત્રાલય ઉપર પણ નિશાન સાધ્યું છે. મમતાએ આરોપ લગાવ્યો હતો કે રેલ્વે શ્રમિકો માટે વિશેષ ટ્રેનો તેની મરજી અને શરતો મુજબ ચલાવે છે.

(12:08 pm IST)