Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જીડીપીમાં ઘટાડાથી શ્રીમંતોની આવક ઘટશેઃ ગરીબોને મદદ કરવાની સરકારની ક્ષમતા પણ ઘટશે

જીડીપીના ઘટાડાથી બીઝનેશ પ્રભાવિત થશેઃ નોકરી પર ખતરા વધશેઃ ખર્ચા માટે લોકોએ બચતનો ઉપયોગ કરવો પડશે

નવી દિલ્હી, તા. ૨૮ :. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે લગભગ ૧ મહિના પહેલા ભારતમાં જીડીપીનો દર ૧.૯ ટકા થવાનુ અનુમાન લગાવ્યુ હતુ તો બીજી તરફ તાજેતરમાં રીઝર્વ બેન્કના ગવર્નરે ૨૦૨૦-૨૧માં જીડીપીનો દર ઘટશે તેવુ જણાવ્યુ હતું. જીડીપીની અસર કોના ઉપર કેટલી પડશે ? તે જાણવુ રસપ્રદ છે.

૨૦૧૮-૧૯માં માત્ર ૫૦ મીલીયનથી વધુ આયકર રીટર્ન દાખલ થયા હતા. રીટર્ન દાખલ કરનારા દ્વારા જણાવવામાં આવેલ આવકથી જણાય છે કે આ પાંચ કરોડ લોકો કુલ કાર્યબળના માત્ર ૧૨.૫ ટકા છે જેમની ભારતના જીડીપીમાં ૩૦ ટકા હિસ્સેદારી હતી. આ પાંચ કરોડ લોકોમાં ટોચના પાંચ ટકાની આવક ભારતના જીડીપીમાં ૧૫ ટકા હિસ્સેદારી હતી. આનો અર્થ એ છે કે ભારતના પ્રત્યક્ષ કરસંગ્રહ અમીર લોકોની આવક પર નિર્ભર રહે છે. ટોચના ૫ ટકા કરદાતાઓએ ૨૦૧૮-૧૯માં લગભગ ૯૦ ટકા ટેકસનું ચુકવણુ કર્યુ હતું. તો જીડીપીમાં ઘટાડાથી ગરીબ વધુ ગરીબ થાય છે તો શ્રીમંતોની આવકમાં ઘટાડો થાય છે. જેનાથી સરકારની ગરીબોને મદદ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

ઈતિહાસમાં ૪ વખત ભારતના જીડીપીમાં ઘટાડો થયો છે. જીડીપીમા ઘટાડાથી નોકરી ઉપર સંકટ પણ ઉભુ થાય છે એટલુ જ નહિ બિઝનેશ પણ પ્રભાવિત થાય છે. ખર્ચા માટે લોકોએ પોતાની બચતનો ઉપયોગ કરવો પડશે.

(11:34 am IST)