Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાનું કાળચક્ર અમેરિકા પર ફરી વળ્યું

ન્યૂયોર્કમાં કોરોનાની સુનામી : સુપર પાવર લાચાર : મૃત્યુઆંક ૧ લાખને પાર

નવી દિલ્હી તા. ૨૮ : અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧ લાખથી વધુના મોત થયા છે. જોન્સ હોપકિસ વિશ્વ વિદ્યાલયના મુખ્ય વિશ્વમાં આ આંકડો સૌથી વધુ છે. જોકે તેનાથી લાપરવાહ દેશના દરેક ૫૦ રાજ્યોમાં લોકડાઉનમાં છુટનું એલાન કરી દેવામાં આવ્યું છે. અમેરિકી વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે જો વેકસીન નહી બને તો સંક્રમણ આ રીતે જ વધશે. દેશમાં ૫૦ થી ૬૦ ટકા લાખ મહામારીની ઝપેટમાં આવશે. તેમજ મૃત્યુઆંક ૨૦૨૪ સુધીમાં ૧૪ લાખ સુધી પહોંચી જશે.

અમેરિકામાં સૌથી વધુ તબાહી ન્યૂયોર્કમાં જોવા મળી છે. જ્યાં દેશના કુલ ૨૨ ટકા કેસ છે પરંતુ અંદાજે ૩૦ હજારના મોત થયા છે. ન્યૂયોર્કમાં જ સંયુકત રાષ્ટ્ર, વિશ્વભરની દિગ્ગજ કંપનીઓ તેમજ દેશોના દુતાવાસ છે. ન્યૂયોર્ક, ન્યુજર્સી, કેલીફોર્નિયા અને ઇલિયોયસ અને મૈસાચ્યુસેટ્સને મળીને પાંચ રાજ્યોમાં જ ૫૫ હજાર લોકોના મોત થયા છે.

બે મહિનાના કડક લોકડાઉન છતાં અમેરિકામાં મોત એક લાખ સુધી પહોંચી ગયો છે તે પહેલા ૧૯૫૭માં ફલૂથી એક લાખ ૧૬ હજાર અને ૧૯૬૮ના એક લાખ લોકોના મોત થયા હતા પરંતુ આ આંકડો પણ રોકેટગતિએ વધશે.

બીજી બાજુ મૃત્યુઆંક અને સંક્રમણના વધતા કેસોથી બેપરવાહ અમેરિકી સમુદ્ર કિનારે ટહેલતા જોવા મળ્યા છે. ફલોરિડા, ન્યૂયોર્ક અને અન્ય કિનારાના વિસ્તારોમાં હજારો લોકો ઉમટયા છે.

(11:31 am IST)