Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ઓગસ્ટને બદલે ફેબ્રુઆરીમાં ગણેશ ઉત્સવ : મુંબઇની પ્રસિદ્ધ જીએસબી ગણેશ ઉત્સવ સમિતિનો મોટો નિર્ણય

મુંબઇ તા.ર૭ : અહિંના વડાલાની જીએસબી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કોરાના સંક્રમણે કારણે સુરક્ષા હેતું આ વર્ષે ઓગસ્ટના બદલે ફેબ્રુઆરીમાં ગણેશ ઉત્સવ ઉજવાશે ગણેશ ઉત્સવ સમિતિના સેક્રેટરી મુકુંદ કમાટેના જણાવ્યા મુજબ આ વર્ષે રર ઓગસ્ટથી ૧૦ દિવસનો ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે પરંતુ કોરોના સંક્રમણ રોકવા લોકોને એક જગ્યાએ ભેગા કરવા જાહેર સ્વાસ્થ્ય માટે જોખમી છે.  તેથી ઓગસ્ટમાં ગણેશ ઉત્સવ મોકુફ રખાયો છે. આ માટે ગુરૃજી વિદ્યાધીરાજ સ્વામીજીના પરવાનગી લેવાઇ છે. નોંધનીય છે કે વડાલાની જીએસબી ગણેશ ઉત્સવ સમિતિ ૬પ વર્ષ જુની છે દર વર્ષે અહિં હજારો લોકો દર્શને આવે છે.

(8:46 am IST)