Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

દિલ્હીના ખેડૂતની દરિયાદિલી : બિહારના 10 પ્રવાસી મજૂરોનું 'ઘરવાપસી’નું સપનું કરશે સાકાર : હવાઈમાર્ગે વતન મોકલશે

લૉકડાઉન બાદ તેમના માલિકે તેમના રહેવા અને ખાવાની સંપર્ણ વ્યવસ્થા કરી હતી.

 

નવી દિલ્હી : બિહારના 10 પ્રવાસી મજૂરોનીઘરવાપસીનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. તેઓ પોતાના ખેડૂત માલિકની મદદથી બિહારની હવાઈ મુસાફર કરશે. પ્રવાસીઓની બિહારની રાજધાની પટના જતી ફ્લાઈટમાં બેસશે તેમણે એપ્રિલમાં ઘરે જવાની યોજના બનાવી હતી, ત્યારે તેમને વિશ્વાસ પણ નહતો કે, તેઓ સમસ્તીપુર પોતાના ઘરે પ્લેનમાં પહોંચવાના છે.

અંગે પોતાના પુત્ર સાથે જઈ રહેલા લખિંદર રામે જણાવ્યું કે, મેં સપનામાં પણ વિચાર્યુ નહતું કે, એક દિવસ હું પ્લેનમાં બેસીને મુસાફરી કરીશ. મારી પાસે ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો નથી, પરંતુ મને થોડો ડર પણ છે કે કાલે એરપોર્ટ પર પહોંચ્યા બાદ અમારે શું કરવું પડશે? તેમણે દિલ્હીના તિગિપુર ગામના મશરૂમની ખેતી કરતાં ખેડૂત પપ્પન સિંહનો આભાર વ્યક્ત કર્યો, જેમની મદદથી પ્રવાસીઓની ઘરવાપસી શક્ય બની છે. લખિંદરનો પુત્ર નવિન રામ પપ્પન સિંહના ખેતરોમાં 8 વર્ષોથી કામ કરી રહ્યો છે, જ્યારે 50 વર્ષનો લખિંદર ખુદ 27 વર્ષથી તેમની સાથે કામ કરી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 25 માર્ચે લૉકડાઉન બાદ તેમના માલિકે તેમના રહેવા અને ખાવાની સંપર્ણ વ્યવસ્થા કરી હતી.

(12:12 am IST)