Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મધ્યપ્રદેશ રાજભવન પરિસર સુધી કોરોના પહોંચ્યો : છ લોકોના રિપોર્ટ પોઝિટિવ

રાજભવનનો લોઅર સ્ટાફ અને તેમના પરિવારજનો પણ સંક્રમિત

 

ભોપાલ : મધ્યપ્રદેશના રાજભવન સુધી કોરોના વાઈરસનું સંક્રમણ પહોંચી ગયું છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અને ભોપાલ જિલ્લા તંત્રના સુત્રો પ્રમાણે રાજભવનમાં કાર્યરત ઓછામાં ઓછા 6 લોકોના કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં રાજભવનને લોઅર સ્ટાફ અને તેમના પરિવારજનો પણ સામેલ છે. દરેક લોકો પરિસરના સ્ટાફ ક્વાટર્સમાં રહે છે. બુધવારે તેમના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા તો 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

મધ્યપ્રદેશના રાજ્યપાલના નિવાસસ્થાન રાજભવનમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તેને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર તરૂણ પિથોડોએ બુધવારને અંગે આદેશ જાહેર કર્યાં છે. રાજભવનના સુત્રોએ જણાવ્યું કે, રાજભવનના પરિસરમાં કોવિડ-19નો પહેલો દર્દી સામે આવતા રાજ્યપાલ લાલજી ટંડનનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે.

આદેશમાં કહેવામાં આવ્યું કે, પ્રતિબંધિત ક્ષેત્રમાં રહેતા દરેક લોકોને પોતાના ઘરોમાં રહેવું પડશે તથા અહીં અવર-જવર બંધ રહેશે. વચ્ચે રાજભવનના પ્રવક્તા મીડિયાને જણાવ્યું કે, રાજભવનના એક કર્મચારીનો પુત્ર કેટલાંક દિવસ પહેલાં કોરોના સંક્રમિત થયો હતો. તેમણે જણાવ્યું કે, કર્મચારી પોતાના પરિવાર સાથે રાજભવન પરિસરમાં કર્મચારીઓ માટે બનેલા આવાસોમાં રહે છે. તે બાદ કર્મચારીના પરિવારના સભ્યો પણ કોરોના સંક્રમિત થયા.

(11:22 pm IST)