Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

નૈઋત્યનું ચોમાસું સોમવારે કેરળમાં પહોંચ્યું :વરસાદની સીઝન શરુ :ગરમીથી મળશે રાહત!

    તિરુવનંતપુરમઃ જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી નૈઋત્યનું ચોમાસું સોમવારે કેરળમાં પહોંચ્યું છે હવામાન સાથે જોડાયેલા વિશ્લેષણો અને પૂર્વાનુમાન જાહેર કરનારી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટએ કહ્યું કે, નૈઋત્યનું ચોમાસું સોમવારે કેરળમાં પહોંચી ગયું છે. સાથે નૈઋત્યમાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે.

   ભારતીય હવામાન ખાતા (આઈએમડી) પોતાના સોમવારે સવારે 8 વાગ્યેને 15 મિનિટે આવનારા બુલેટિનમાં કહ્યું કે, મોનસુન આગામી 24 કલાકમાં કેરળ પહોંચશે.

  સ્ટાઈમેટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) જતિન સિંહે કહ્યું કે, કેરળમાં ચોમાસા જેવી સ્થિતિઓ છે અને અમે કહી શકીએ છીએ કે વાર્ષિક વરસાદના મોસમની શરૂઆત થઈ ચૂકી છે. પહેલા સ્કાઈમેટે પોતાના પૂર્વાનુંમાનમાં કહ્યું હતું કે ચોમાસું 28મેએ કેરળમાં પ્રવેશ કરશે. જ્યારે આઈએમડીનું અનુમાન હતું કે મોનસૂન 29મેએ પહોંચશે.

  હવામાન વિભાગના એડિશનલ ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે, મોનસૂન આગામી 24 કલાકમાં કેરળ પહોંચવાની સંભાવના છે.

   હવામાન વિભાગ મુજબ જો 10મે બાદ કેરળમાં સ્થાપિત 14 હવામાન કેન્દ્રોમાં 60 ટકામાં સતત બે દિવસ 2.5 મિલી મીટર અથવા તેનાથી વધારે વરસાદ સતત બે દિવસ સુધી નોંધાયછે તો બીજા દિવસે કેરળમાં ચોમાસાના પ્રવેશની જાહેરાત કરી શકાય છે. ચોમાસું આવવાના મુખ્ય સંકેતોમાંથી એક છે.

(11:53 pm IST)