Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આ એ જ જેલ છે જેમાં તમે ગાંધી-નેહરૂને રાખ્યા;અમે માલ્યાને પણ ત્યાં જ રાખશું

સુષ્મા સ્વરાજે કહ્યું કે પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન સમક્ષ ભારતની જેલો અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું

નવી દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાએ બ્રિટનથી પ્રત્યાર્પણ મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે મુદ્દે જ્યારે તેમને બ્રિટનની કોર્ટ દ્વારા ભારતની જેલો અંગે કરાયેલી ટીપ્પણી અંગે સવાલ પુછ્યો તો તેમણે અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે બ્રિટનનાં વડાપ્રધાનને મળ્યા હતા, તો તેમણે તેને ભારતનાં વલણ અને જેલ અંગે જણાવ્યું હતું

   સુષ્મા સ્વરાજે પોતાનાં વિભાગનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે પોતાનો અહેવાલ આપ્યો હતો. દરમિયાન એક પત્રકારે તેમને વિજય માલ્યાનાં ભારત પરત લાવવા અંગે પુછ્યું તો તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી વિજય માલ્યાનાં પ્રત્યાર્પણની વાત છે તો અમે તેનાં માટે અરજી મોકલી દીધી છે. એક  કેસને બેંકોએ માલ્યા પર કર્યો હતો. તેઓ બેંક જીતી ગયા છે.

  તેમણે કહ્યું કે, તેઓ માલ્યાનાં રિકવરી કરી શકે છે. જ્યાં સુધી ભારત મોકલવાની વાત છે તો તેમણે કહેવામાં આવી રહ્યું છે, ત્યાંની કોર્ટ કહી રહી છે કે અમે તમારી જેલ તપાસવા માટે આવીશું. જો કે અમે જવાબ આપતા કહ્યું કે, એજ જેલ છે જ્યાં તમે મહાત્મા ગાંધી અને પંડિત નેહરૂ સહિતનાં મોટા નેતાઓને રાખ્યા હતા. માટે જેલો અંગે કોઇ સવાલ ઉઠાવવામાં આવે

ભારતમાં એક ડઝન કરતા વધારે બેંકો પાસેથી લોન લઇને ફરાર વેપારી વિજય માલ્યાએ હાલમાં બ્રિટનની એક કોર્ટ દ્વારા ઝટકો આપ્યો હતો. તે લંડનમાં ભારતીય બેંકોની તરફથી દાખલ કરવામાં આવી હતી. 1.55 અબજ ડોલર એટલે કે 10 હજાર કરોડ રૂપિયાનો કેસ હારી ગયા હતા.

(10:52 pm IST)
  • ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન માટે તૈયાર કરાયેલ શાનદાર શિપને હવે હોટલ બનાવવા તૈયારી થઇ રહી છે 82 મીટર લાંબી આ શિપને 1981માં બનાવાઈ હતી,કિંગ સાઈઝ બેડ,મખમલના પડદા,સોનાથી સજાવેલા બાથરૂમ શીપમાં છે બરસા બ્રિજ નામથી આ શિપને હવે ઈરાકી સરકાર હોટલમાં રૂપાંતરિત કરવા વિચારણા કરી રહી છે બે વર્ષ સુધી આ શિપનો બરસા યુનિવર્સીટીએ પણ ઉપયોગ કર્યો હતો. access_time 7:18 am IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે, જેમાં PM થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તામાં પતંગ મહોત્સવનું પણ ઉધ્ધાટન કરશે. 1 જૂને સિંગાપોરમાં શાંગરી-લા સંવાદને સંબોધન કરશે વડાપ્રધાન મોદી અને આ કાર્યક્રમમાં મુખ્યવકતા તરીકે આમંત્રિત કરાયા હોય તેવા ભારતના પ્રથમ PM બનશે. access_time 8:29 am IST

  • વરિષ્ઠ અધિકારી સુશીલ ચંદ્રનનો સીબીડીટીના ચેરમેનનો કાર્યકાળ એક વર્ષ વધારી દેવાયો છે તેઓ હવે આવતા વર્ષનાં મે મહિના સુધી પોતાના પદ પર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બર 2016 ના સીબીડીટીના અધ્યક્ષ પદે તેમની વરણી કરવામાં આવી હતી.ત્યાર બાદથી તેમને આ બીજુ એક્સટેંશન અપાયું છે સીબીડીટીનાંચેરમેન પદે રહીને તેઓએ ઘણા ઉલ્લેખીય કામો કર્યા હોવાથી તેઓ સરકારની ગુડબુકમાં છે. આઈઆઈટીમાં સ્નાતક અને 1980 બેંચના આઈઆરએસ ઓફીસર ચંદ્રનનો કાર્યકાળ ગત વર્ષે પણ વધારવામાં આવ્યો હતો. access_time 7:18 am IST