Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

મૃત્યુના બે દિવસ બાદ પુત્રી આરાધ્યાએ કર્યો માતા ગીતાકપૂરના અંતિમ સંસ્કાર

 

પાકીઝા ફિલ્મની અભિનેત્રી ગીતા કપૂરની પુત્રી આરાધ્યા અને તેની બહેનોએ મોડીરાત્રે તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો ,ગીતાકપૂરના નિધન બાદ અભિનેત્રીના અંતિમ સંસ્કાર માટે બે દિવસ સુધી પુત્રોની રાહ જોઈ હતી,બે દિવસ બાદ તેના પુત્રો [પહોંચ્યા નહિ પરંતુ તેની પુત્રી આરાધ્યા પોતાના માસા સાથે પહોંચી હતી આરાધ્યા કપૂર પોતાની માતાના અંતિમ સંસ્કાર કરીને ચુપચાપ  ચાલી ગઈ હતી

(10:20 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે, જેમાં PM થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તામાં પતંગ મહોત્સવનું પણ ઉધ્ધાટન કરશે. 1 જૂને સિંગાપોરમાં શાંગરી-લા સંવાદને સંબોધન કરશે વડાપ્રધાન મોદી અને આ કાર્યક્રમમાં મુખ્યવકતા તરીકે આમંત્રિત કરાયા હોય તેવા ભારતના પ્રથમ PM બનશે. access_time 8:29 am IST

  • શેરબજારઃ ઇન્‍ડેક્ષ ફરી ૩પ હજારને પારઃ ૧પ૦ ઉછળ્‍યોઃ નીફટી ૬૩ પોઇન્‍ટ ચડીઃ ફાર્મા શેરોમાં તેજીનો દોર : ક્રુડનાં ભાવમાં ઘટાડોઃ રૂપિયો મજબુત થતા શેરબજારમાં પ્રથમ દિવસે જ ઉછાળોઃ ઇન્‍ડેક્ષ ૧પ૦ તો નીફટી ૬૩ ઉછળીઃ ઇન્‍ડેક્ષ ૩પ હજારને પારઃ સ્‍મોલકેપ-મીડ કેપ-ફાર્મા-બેન્‍ક શેરો-ઓટો શેરોમાં ઉછાળાઃ આઇટી શેરોમાં નબળાઇ access_time 11:41 am IST

  • રાજકોટમાં તાપ સાથે લૂ :શહેરમાં આકરો તાપ વરસી રહ્યો છે, બપોરે ૨:૩૦ વાગ્યે ૪૧.૨ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ રહી છે : જાહેર માર્ગો સૂમસામ access_time 4:01 pm IST