Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સુધા બાલકૃષ્ણન બન્યા રિઝર્વ બેન્કની પ્રથમ મુખ્ય નાણાકીય અધિકારી :ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ

બાલકૃષ્ણનને સરકારી બેન્ક એકાઉન્ટ વિભાગના પ્રમુખ બનાવાયા

 

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એનએલડીએલની ઉપધ્યક્ષ સુધા બાલકૃષ્ણનનને પોતાની પ્રથમ મુખ્ય નાણાકિય અધિકારી (સીએફઓ) તરીકે નિયુક્ત કર્યા છે તેનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.     

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ બાદ બાલકૃષ્ણનની પ્રથમ સૌથી મોટી નિયુક્તિ છે. ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ સુધા અત્યાર સુધી નેશનલ સિક્યોરિટી ડિપોજિટરી લિમિટેડની ઉપાધ્યક્ષ હતી

  આરબીઆઈની જાહેરાત મુજબ સુધા પર રિઝર્વ બેન્કની નાણાકિય સ્થિતિ અને બજેટીય પ્રક્રિયાઓ વિશે જાણકારી આપવાની જવાબદારી રહેશે. બેન્કની બેલેન્સ સીટ અને રિઝર્બ બેન્કમાં કામ કરનારા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડનો દર કરવાની જવાબદારી પણ તેમના પર હશે.

  બાલકૃષ્ણનને સરકારી બેન્ક એકાઉન્ટ વિભાગની પ્રમુખ બનાવવામાં આવી છે. વિભાગ ચૂકવણી અને ટેક્સ વસૂલી સાથે જોડાયેલી લેણ-દેણ જુએ છે. તેની નિમણુંક 3 વર્ષના કરાર પર થશે અને 2 થી 4 લાખ માસિક વેતન મળી શકે છે

   એવું જાણવા મળી રહ્યું છે કે, સીએફઓની નિમણુંક પહેલા પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નાણાકિય કામ માટે અલગથી કોઈ નિયુક્તિ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. ઉર્જિત પટેલની નિયુક્તિ બાદ સીએફઓની નિયુક્તિનો માર્ગ મોકળો બન્યો હતો

(10:17 pm IST)