Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પેટાચૂંટણીમાં ઇવીએમમાં અનેક જગ્યાએ ખામી થઇ

આંકડા ખોટીરીતે રજૂ : ચૂંટણી પંચ

નવીદિલ્હી, તા.૨૮ : ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની આજે યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન કેટલીક જગ્યાઓએ ઇવીએમમાં ખામી સર્જાઈ હતી જેના લીધે મતદાન આડે અડચણો ઉભી થઇ હતી. મિડિયા અહેવાલને ફગાવતા ચૂંટણી પંચે કહ્યું છે કે, ચૂંટણીમાં મોટાપાયે ઇવીએમમાં ખામી થઇ હોવાના અહેવાલ આધારવગરના છે. તમામ આંકડા વધારીને દર્શાવવામાં આવ્યા છે. પંચ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન ઇવીએમ અને વીવીપેટમાં વ્યાપક પ્રમાણમાં ખામી અને મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં મતદાનમાં અડચણો ઉભી કરવા સાથેના અહેવાલ આધારવગરના છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં કૈરાના અને મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંડિયા સીટ પર પેટાચૂંટણી દરમિયાન ઇવીએમમાં ખામી સર્જાઈ હતી. મતદાન દરમિયાન ખામી અહેવાલથી જ હોબાળો રહ્યો હતો.

(8:18 pm IST)