Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સરહદે ઘૂસણખોરી-ફાયરિંગ વચ્ચે વાતચીત શક્ય નથી :સુષ્મા સ્વરાજ

પાકિસ્તાન સાથે વાતચીત મામલે વિદેશમંત્રીનું તડનેફ્ડ :પાકિસ્તાને આંતકવાદ છોડવો એ જ ફોર્મ્યુલા

નવી દિલ્હી :વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાન સાથે વાત-ચીત મામલે તડનેફડ જવાબ આપીને પાકિસ્તાન પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, જ્યારે સીમા પર અરથીઓ ઉઠતી હોય તેમજ સીમા પર ફાયરિંગ અને ઘુસણખોરીની વચ્ચે વાતચીત શક્ય નથી. સુષ્મા સ્વરાજે વધુમાં કહ્યું હતુ કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 4 ફોર્મ્યૂલા મુકી હતી ત્યારે જ મે કહ્યું હતું કે, આતંકવાદને છોડવો એ પણ એક ફોર્મ્યૂલા જ છે 

(7:26 pm IST)
  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST

  • કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST

  • યુપીની કૈરાના બેઠક ઉપર અનેક ઈવીએમ મશીનોમાં ગરબડી : ભારે ધમાલઃ વિવાદનો મધપૂડો છેડાયોઃ અનેક બુથો ઉપર ઈવીએમ મશીનો કામ કરતા નથીઃ સપા-આરએલડી પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરીયાદઃ મુસ્લિમ-દલિત વિસ્તારોમાં ખરાબ ઈવીએમ મશીનો બદલી દેવાતા નથીઃ ૧૭૫ પોલીંગ સ્ટેશન ઉપર ઈવીએમ-વીવીપેટ મશીનોમાં ગરબડી access_time 4:12 pm IST