Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આઇપીઅેલ ફાઇનલમાં સલમાન ખાન ક્રિકેટર ઇરફાન પઠાણના પુત્ર સાથે મસ્‍તી કરતા નજરે ચડ્યાઃ સોશ્યલ મીડિયામાં તસ્‍વીરો વાયરલ

નવી દિલ્હીઃ રવિવારે આઇપીઅેલ ક્રિકેટ જંગના ફાઇનલ મેચમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન ક્રિકેટર ઇરફાન પઠાણના પુત્ર સાથે મસ્‍તી કરતા નજરે ચડ્યા હતાં, જેની તસ્‍વીરો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી.

સલમાન ખાને બાળકો સાથે કેટલો પ્રેમ છે, એ તો ઘણીવાર જોવા મળે છે. પોતાની બહેન અર્પિતા ખાનના પુત્ર આહિલ સાથે ખૂબ મસ્તી કરતો જોવા મળે છે. આમ તો સલમાન ખાન બોલીવુડના દબંગ ખાન તરીકે ફેમસ છે, પરંતુ બાળકો આગળ તે દબંગ પણ ખૂબ નરમ પડી જાય છે. આવો જ કંઇક નજારો રવિવારે આઇપીએલ દરમિયાન પણ જોવા મળ્યો, જ્યાં સલમાન ખાન નાના પઠાણ સાથે કંઇ આ અંદાજમાં જોવા મળ્યો. 

રવિવારે આઇપીએલની ફાઇનલમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં થયો. હૈદ્વાબાદ અને ચેન્નઇ વચ્ચે રમાયેલી આ ફાઇનલ મેચ દરમિયાન ફિલ્મ 'રેસ 3'ની સ્ટારકાસ્ટ કોમેંટ્રી બોક્સમાં જોવા મળી. આ દરમિયાન સલમાન ખાન ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે કોમેંટ્રી બોક્સમાં મેચની કોમેંટ્રી કરતાં જોવા મળી. એવામાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઇ રહ્યા છે જેમાં સલમાન ખાન ઇરફાન પઠાણના પુત્ર સાથે બેકસ્ટેજ પર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં તમને નાનો 'પઠાણ' સલમાન ખાનની ફેવરેટ બ્રેસલેટ સાથે રમતો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ 'રેસ 3'ના પ્રમોશનમાં જોરદાર લાગેલો છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે બોબી દેઓલ, સાકિબ સલીમ, જૈકલીન ફર્નાંડીઝ, ડેઝી શાહ, અનિલ કપૂર જેવા સ્ટાર્સ જોવા મળશે. 'રેસ' સીરીઝની આ પહેલી ફિલ્મ છે, જેમાં સલમાન ખાન જોવા મળશે. આ પહેલાં બે ફિલ્મોમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતો.

(6:45 pm IST)