Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આપના કુમાર વિશ્વાસે અરૂણ જેટલીની માફી માંગી લેતા માનહાનિનો કેસ પાછો ખેંચી લેવાયો

નવી દિલ્હીઃ કેન્‍દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીની આપના નેતા કુમાર વિશ્વાસે માફી માંગી લેતા તેમની સામે કરવામાં આવેલ માનહાનિનો કેસ પાછી ખેંચી લેવામાં આવ્યો છે. આમ અનેક મહિનાઓથી પડતર રહેલો મામલો પણ પુરો થયો છે.

વિશ્વાસે અરૂણ જેટલીને એક પત્ર લખીને આખા મામલામાં પોતાની વાત સ્પષ્ટ કરી છે. આ પત્ર પછી અરૂણ જેટલીએ આ કેસને પાછોલ લીધો હતો. વિશ્વાસે પત્રમાં લખ્યું છે કે, પોતાની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના કહેવાથી જ પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને પ્રવક્તાઓએ તેમની વાતનું પુનરાવર્તન કર્યું હતું. પરંતુ હવે અરવિંદ કેજરીવાલ તેમના સંપર્કમાં નથી. ખોટું બોલીને પોતે જ ગાયબ થઈ ગયા છે. વિશ્વાસે વધુમાં લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલ આદતથી જ જૂઠ્ઠા છે. પાર્ટીનો કાર્યકર્તા તરીકે તેમણે માત્ર અરવિંદ કેજરીવાલની વાતનું પુનરાવર્તન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે માનહાની કેસમાં અરવિંદ કરેજરીવાલ સહિત અન્ય કાર્યકર્તાઓએ માફી માગી લીધી છે. કુમાર આ મામલામાં એકલા રહી ગયા હતા. આ પત્રમાં વિશ્વાસે સ્પષ્ટ કર્યું છે કે, અરવિંદ કેજરીવાલે તેમને પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશને કેટલાક કથિત પુરાવાનો હવાલો દઇને જેટલી ઉપર આરોપ લગાવ્યો હતો.

(6:42 pm IST)