Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

લોકોના ખાતામાં ૧પ લાખ જમા કરાવવાનો મુદ્દો ભાજપના ઘોષણાપત્રમાં ન હતોઃ વિપક્ષ આ મુદ્દાને લઇને ખોટી માહિતી ફેલાવે છે

પુણેઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા લોકોના ખાતામાં ૧પ લાખ જમા કરાવવામાં આવશે તેવી વાત માત્ર વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી હતી. ભાજપના ઘોષણાપત્રમાં આવી કોઇપણ વાત ન હતી તેમ રાજ્યસભાના સાંસદ અમર સાબલેએ કહ્યું છે.

સાબલેએ આરોપ લગાવ્યા કે, વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દાને લઈને ખોટી માહિતી ફેલાવીને લોકોના મનમાં ખોટી ધારણાઓ અને ભ્રમ પેદા કરી રહ્યાં છે.

તેમને પુણેના પિંપરીમાં શનિવારે એનડીએ શાસનની ચાર વર્ષની સિદ્ધીઓ પર પ્રેસ કોન્ફ્રન્સ કરતાં કહ્યું કે, લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનો મુદ્દો ભાજપના ઘોષણાપત્રમાં ન હતો.

સાબલેએ કહ્યું, 'મોદી જીએ ક્યારેય કહ્યું નથી કે, લોકોના ખાતમાં 15 લાખ રૂપયા જમા કરાવવામાં આવશે. આ ભાજપના ઈલેક્શનના ઘોષણા પત્રમાં ક્યારેય નહતું.'

તેમને કહ્યું,, વિપક્ષ 15 લાખ રૂપિયા વિશે ખોટી જાણકારી ફેલાવી રહી છે અને નાગરિકોના મગજમાં ખોટી બાબતો અને ભ્રમ પેદા કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ના લોકસભા ઈલેક્શન પ્રચાર દરમિયાન પોતાની કેટલીક ઈલેક્શનની સભાઓમાં જાહેરાત કરતાં હતા કે, તેમની દેશમાં સરકાર બને છે તો તેઓ વિદેશમાં રહેલ ભારતીય બ્લેકમની દેશમાં પાછી લાવશે. જેનાથી દરેક ભારતીયના ખાતામાં પંદર લાખ રૂપિયા નાંખવામાં આવશે.

એવું પહેલી વાર નથી કે, લોકસભા ઈલેક્શન પૂર્વ આપેલા વચનોથી ભાજપે મોઢૂ ફેરવી લીધું હોય. આનાથી પહેલા કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ કહી ચૂક્યાં છે કે, ભાજપે ક્યારેય "અચ્છે દિન" આવવાનું વચન આપ્યું નહતું.

(6:40 pm IST)