Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીમાં EVM મુદ્દે ધમાલ

મત મશીનો બગડયા : વિપક્ષે ભાજપ સામે ફરિયાદના મારા ચલાવ્‍યા : ૪ લોકસભા, ૧૦ ધારાસભા બેઠકો પર મતદાન

નવી દિલ્‍હી તા. ૨૮ : ત્રણ રાજયોની ચાર લોકસભા અને નવ રાજયોની ૧૦ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. લોકસભા સીટમાં ઉત્તરપ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા- ગોંદિયા અને નાગાલેન્‍ડ સામેલ છે. જોકે મતદાન દરમિયાન ઘણી બધી જગ્‍યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચાર આવી રહ્યા છે. તેના કારણે મતદાન પ્રભાવિત થઈ રહ્યું છે. ઘણી જગ્‍યાએ ઈવીએમમાં ખરાબી હોવાથી વિપક્ષે તેને બીજેપીનું કાવતરૂં ગણાવ્‍યું છે. કૈરાનાના આરએલડી ઉમેદવાર તબસ્‍સુમ હસને ઈલેક્‍શન કમિશનને આ વિશે પત્ર લખીને ફરિયાદ કરી છે. આ ચૂંટણીના પરિણામ ૩૧મીના રોજ આવશે.

(5:06 pm IST)
  • રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ ભૂણાવા ગામ સ્થિત વાઘેશ્વર મહાદેવના મંદિર પાસે મોડી રાત્રે કોઈ અજાણ્યા શકશો નવજાત બાળકને તરછોડી અને ભાગી છૂટ્યા : ગોંડલ બાલાશ્રમના ચેરમેન સહિતના કર્મચારીઓએ આ નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું : પોલીસે વધુ તપાસ હાથ ધરી છે access_time 8:34 am IST

  • તામિલનાડુના તુતીકોરીન જિલ્લામાં વિરોધ પ્રદર્શનમાં હિંસા ભડકતા લગાવેલ કલમ 144 હટાવાઈ :વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઇનના કોપર યુનિટના વિરોધમાં હિંસા થતા વહીવટી તંત્રે 21મીએ કલમ 144 લાગુ કરી હતી :પોલીસ ગોળીબારમાં 13 લોકોના મોત થયા હતા. access_time 7:16 am IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે, જેમાં PM થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તામાં પતંગ મહોત્સવનું પણ ઉધ્ધાટન કરશે. 1 જૂને સિંગાપોરમાં શાંગરી-લા સંવાદને સંબોધન કરશે વડાપ્રધાન મોદી અને આ કાર્યક્રમમાં મુખ્યવકતા તરીકે આમંત્રિત કરાયા હોય તેવા ભારતના પ્રથમ PM બનશે. access_time 8:29 am IST