Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સિમલામાં પાણીની રાડ : ટેન્કર દોડાવ્યા તો પણ લાઇનો લાગી

સિમલા, તા. ર૮ : દેશના ટોચના પ્રવાસન સ્થળ માહેના હિમાચલના આ રમણીય શહેરમાં પીવાના પાણીની તંગી સર્જાતા કોર્પોરેશન દ્વારા ખાનગી ટેન્કરોની વ્યવસ્થા કરાઇ હતી, તો પણ લોકોની માંગ પુરી કરવામાં નિષ્ફળ ગયા હતા.  માલ રોડ ઉપર વીક એન્ડમાં ફરવા આવતા પ્રવાસીઓએ પાણીના ટેંકરો આગળ લોકોની લાંબી લાઇનો જોઇ હતી.

કોંગ્રેસી કાઉન્સેલર ઇન્દરસીંગે જણાવ્યું કે છેલ્લા છ દિવસથી પાણી અપાયું જ નથી. ગઇકાલે રવિવાર હોવા છતાં લોકો પાણી માટે કલાકો બગાડી રહ્યા છે. આ જ પરિસ્થિતિ રહેશે તો હું મારૃં રાજીનામું આપીશે.

(4:12 pm IST)